fbpx
અમરેલી

ગાંધી પરિવાર દેવાલય નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો શનિવાર થી પ્રારંભ

દામનગર શહેર માં જેન વણીક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ વિવિધ દેવાલય નો શનિવાર થી ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો શનિવાર થી પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૧ મહા સુદ ૧૧.૧૨.૧૩ તા.૦૮/૦૨/૨૫ થી ૧૦/૦૨/૨૫ સુધી વિવિધ કાર્યક્રમો ની રંગારંગ ઉજવણી નયન રમ્ય મંદિર માં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ના ધાર્મિક કાર્યકમો દેહશુદ્ધિ નગરયાત્રા ધાન્યધીવાસ મહા અભિષેક જલાધીવાસ ધૃતાધીવાસ શયાધીવાસ મૂર્તિ પ્રતિષ્ઠા શ્રી ફળ હોમ મહા આરતી મહાયજ્ઞ ના આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડયા ના વ્યાસાસને ત્રિદિવસીય અખંડ યજ્ઞ આહુતિ આપશે સમસ્ત ગાંધી પરિવાર ના પુત્ર રત્નો જતીનભાઈ ગાંધી દામનગર કેતનભાઈ ગાંધી પુના દેવાંગભાઈ ગાંધી રાજકોટ  સતિષભાઈ ગાંધી બોરીવલી દિલીપભાઈ ગાંધી અમદાવાદ સાહિલ ગાંધી કાંદિવલી દિલીપભાઈ ગાંધી કાંદિવલી યજ્ઞ માં આહુતિ આપશે શંખલપુર શક્તિપીઠ ના પ્રખ્યાત બહુચરાજી માતાજી ના આનંદ ગરબા નું અદભુત આયોજન નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિર માં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી શ્રી સિંધવાય સિકોતર માતાજી શ્રી બહુચર માતાજી શ્રી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી મેરખિયા વીર શ્રી બટુક ભૈરવ સહિત ના દેવ દેવી ઓની નૂતન મંદિર માં સ્થાપિત મૂર્તિ ઓની શ્રી વેજનાથ નગર સોસાયટી થી પ્રારંભ થી નગર યાત્રા શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર થી શ્રી ખોડિયાર ચોક પધારશે સમસ્ત ગાંધી પરિવાર માં અદમ્ય અનેરો ઉત્સાહ ગાંધી પરિવાર ના દેવાલય ના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાશે 

Follow Me:

Related Posts