ચાણસ્મા હારીજ હાઇવે પર ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત

પાટણમાં ચાણસ્મા હારીજ હાઇવે પર ઝ્રદ્ગય્ ગેસના પમ્પ પાસે વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ન્ઁય્ ગેસના ટ્રેલર સાથે અથડાતા ટ્રેલર હાઇવે પલ્ટી મારી ગયું હતું અને ટ્રકે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માતમાં પાછળથી આવતી વલસાડ તરફની જી્ બસને પણ ટક્કર વાગતાએસ.ટી.ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી સદ્દનસીબે મોટી જાનહાની હાની ટળી હતી. ટ્રેલર અને ટ્રક નો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થયો હતો. એસ ટી ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા ચાણસ્મા સિવિલ ખસેડાયો. ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Recent Comments