ગુજરાત

ટુ વ્હીલર લઇનને હાઇવે પર જતા વાહનો, ખાસ કરીનેટ ટ્રક ચાલકો અને એકલા જતા રાહદારીઓને અલગ અલગ કારણોસર રોકતા હતા

વડોદરામાં છાણી પોલીસ મથકની હદમાં મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી હતી કે, એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોક્યો હતો. બાદમાં તેને કહ્યું કે, એક્સિડન્ટ કરકે ક્યું ભાગા, અને ચાકુ બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર પાસેથી રોકડા રૂપિયા અને ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ છાણીના પોલીસ ઇન્સ્પેક્ટરદ્વારા વિવિધ ટીમો બનાવીને ટેક્નિકલ તેમજ હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લૂંટારૂઓ સુધી પહોંચવામાં છાણી પોલીસને સફળતા મળી છે.
એસીપી તેમજ છાણીના આ બનાવ બાદ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેન્સના આધારે તપાસ કરતા વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ગુનેગારોએ બનાવેલી ગેંગની વિગતો બહાર આવતા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા. જેમાં દુમાડ વિસ્તારના પ્રતીક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને (ધવલ પગી,સમા) નો સમાવેશ થાય છે. જ્યારે એક સાગરીત ફરાર થઈ ગયો છે.
આ મામલે પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું કે, ઉપરોક્ત કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ બાપોદ, સમા, રાવપુરા, અને ગોરવા પોલીસ મથકમાં મળીને અત્યાર સુધીમાં ૭ કેસો નોંધાઇ ચૂક્યા છે. મોટા ભાગના આરોપીને દબોચી લીધા બાદ વોન્ટેડ આરોપીને દબોચવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Related Posts