છેવાડાના માનવીનુંઆરોગ્ય સુરક્ષા કવચપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)
અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર)નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત અનેકવિધ નાગરિકોને અને તેમના પરિવારજનોને સુરક્ષિત આરોગ્ય કવચ મળ્યું છે.
અમરેલી સ્થિત શાંતાબા જનરલ સિવિલ હૉસ્પિટલમાં દાખલ દર્દીને દાખલ થયા બાદ તાત્કાલિક પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) કાર્ડ મળ્યું. સરકારી હોસ્પિટલમાં સારવાર સુલભ થઇ હતી. કલરકામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા ૫૪ વર્ષીય શ્રી ભરતભાઈ રૂદાતલાને ગયા રવિવારે માર્ગ અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ શ્રી ભરતભાઇને સારવાર અર્થે અમરેલી શાંતાબા જનરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. શ્રી ભરતભાઇને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું, તેમાં ઓપરેશન કરવાની જરુર જણાતી હતી. આ સ્થિતિમાં તેમની પાસે PMJAY કાર્ડ નહોતું પરંતુ હૉસ્પિટલમાં પ્રધાનધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કોર્ડનેશન કરતા સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમનું PMJAY કાર્ડ તૈયાર કરવામાં આવ્યું.શ્રી ભરતભાઇને સમયસર તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઇ હતી.
આ અંગે લાભાર્થીશ્રી ભરતભાઈએ વાત કરતાકહ્યુ કે, ગયા રવિવારે મોટરસાઇકલ પર જતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મારું વતન ઢસા જંક્શન છે પરંતુ મને નજીકમાં અહીં અમરેલી જે સારવાર ઉપલબ્ધ થઇ છે તે મારા માટે શ્રેષ્ઠ છે. સમયસર તાત્કાલિક અને સરકારની જનહિતકારી નાગરિકલક્ષી આરોગ્ય સેવાઓએ મારા માટે સરળતા કરી દીધી.અકસ્માતના સ્થળથી નજીકનું સ્થળ અમરેલી હોવાથી અહીંની અમરેલી શાંતાબા મેડિકલ જનરલ હૉસ્પિટલમાં દાખલ થયો હતો.
આ સ્થિતિ જોતાં તબીબોએ મને ઓપરેશન કરવું પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. ઓપરેશનનો ખર્ચ પહોંચી વળવાની આર્થિક સ્થિતિ નહોતી. PMJAY યોજના અનવ્યે કાર્ડનો લાભ મળતાં મારી સારવાર સારી રીતે થઇ શકી. રુદાતલા પરિવારના મોભી શ્રી ભરતભાઇએ ઉમેર્યુ કે,મારા પરિવારમાં કમાણી કરી આર્થિક વ્યવહારો સહિતના કાર્યોની જવાબદારી મારી છે. દરમિયાન સ્થળ પર જ તેમને PMJAY યોજનાનો લાભ મળતા સારવાર શક્ય બની અને મારા પરિવારની અને મારી ચિંતા તેમજ મુશ્કેલીનું નિવારણ થયું છે. સરકારના નાગરિકહિતલક્ષી વિશાળ યોજનાકીય આયોજન અમારા જેવા અનેક પરિવાર માટે વરદાન સમાન છે.
આ અંગે હૉસ્પિટલમાં સારવાર આપનાર તબીબશ્રી ડૉ. મનિષ મકવાણાએ કહ્યુ કે, દર્દીને દાખલ કર્યા ત્યારે તેમના પગમાં ફ્રેક્ચર હતું,તે માટે જરુરી હતું તે ઓપરેશન કરવામાં આવ્યું છે. ફિઝિયોથેરાપીની સારવાર બાદ પેશન્ટને રજા આપવામાં આવશે.
શાંતાબા જનરલ હૉસ્પિટલમાં વર્ષ-૨૦૨૨થી વર્ષ-૨૦૨૪ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન ભારત અંતર્ગત ૩,૧૮૫ દર્દીઓની ક્લેઇમ હેઠળ સારવાર થઈ છે. આમ,PMJAY યોજના છેવાડાના માનવીના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
Recent Comments