લંગાળા ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રારંભ
ઈશ્વરિયા મંગળવાર તા.૩૦-૧૨-૨૦૨૫
લંગાળા ગામે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી અરુણભાઈ દવેએ જણાવ્યું કે, ગામડું બેઠું થયું, દોડતું થયું, અને હવે એ શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે મથવાનું છે.
લોકભારતી સંસ્થાના મોભી અને શિબિર ઉદ્ઘાટક શ્રી અરૂણભાઇ દવેએ ગામડું બેઠું થયું, દોડતું થયું, અને હવે એ શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે મથવાનું છે. પ્રસન્નતા અને પોષણ એવા મૂલ્યો છે જેની ખોજ અને મોજ એમ બંને જીવનને સાર્થક કરે છે. એમની આગવી શૈલીમાં ગ્રામજનો, વિધાર્થીઓ અને સાથે જોડાયેલા કાર્યકરોમાં ઉત્સાહ પૂરો પાડ્યો.
“ગામડું એ કોઠાર છે અને શહેરો એ રસોડું” સંસ્થાપક ઋષિવર્ય પૂ.નાનાદાદાની આ ઉક્તિને ગ્રામાભિમુખ અભિગમ ધરાવતા વિધાર્થીકેન્દ્રી વિસ્તરણ કાર્યક્રમોએ લોકભારતીની આગવી ઓળખ છે, તેમ તેઓએ ઉમેર્યું.
લંગાળા ગામે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (એક્મ ૧)ની ખાસ વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ લંગાળા ગામે સંસ્થાના વડા અને લોક વૈજ્ઞાનિક કેળવણીકાર શ્રી અરૂણભાઇ દવેની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય સાથે થયું.
અતિથિ વિશેષ તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના સંયોજક શ્રી ભારતસિંહ ગોહિલ દ્વારા લોક સમુદાય, પર્યાવરણ સંવર્ધન, લોકગીતો અને કોઠાસૂઝ, જેવા મુદ્દાઓ લઈને વિદ્યાર્થી સ્વયંસેવકોને આગામી દિવસોમાં થનારા કાર્યક્રમો પ્રત્યે સજ્જ કર્યા.
ઉમરાળા તાલુકા શિક્ષણાધિકારી શ્રી શામજીભાઈ ડુલેરાએ લોકભારતીના આ ઉપક્રમને બિરદાવ્યો
ઉમરાળા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી ચેતનસિંહજી ગોહિલે લોકભારતીના અને લંગાળા ગામના વર્ષો જૂના શૈક્ષણિક સંબંધોને વાગોળ્યા તથા કેળવણીના આ કાર્યક્રમોને ગામ વતી આવકાર આપ્યો.
સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ડાંગરે પણ ગામડાને બેઠું કરવા આવા જાગૃતિના કાર્યક્રમોમાં લંગાળા ગામનો પૂરો સહકાર છે એમ જણાવ્યું.
આ કાર્યક્રમમાં બંને શાળાના આચાર્ય શ્રી કલ્યાણભાઈ ડાંગર અને સંજયભાઈ હળવદિયા , લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના આચાર્યશ્રી શ્રી ધીરુભાઈ રાઠોડના સંકલન સાથે અહીંયા અગ્રણી શ્રી રામભાઈ ચાવડા અને માજી સરપંચ શ્રી હરેશભાઈ કેરસિયા ઉપસ્થિતિ રહ્યા હતા.
મહેમાન આવકાર પરિચય શ્રી ભાનુપ્રસાદ ટુંડીયા, શિબિર ભૂમિકા શ્રી વિશાલભાઈ જોશી અને આભાર દર્શન શ્રી પૂજાબેન પુરોહિતે પ્રસ્તુત કરેલ.


















Recent Comments