ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન હાલ સોહામણું

ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન હાલ સોહામણું છે. અહીં દિવસે સારો એવો તડકો અને વાતાવરણમાં ભેજ પણ જાેવા મળી રહ્યો છે. જાે કે તાપમાનમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેના કારણ લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. તાપમાનમાં વધારાએ છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ એકવાર ફરીથી વાતાવરણમાં વાદળો જાેવા મળી શકે છે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આજે ૨૧ જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતમાં ન્યૂનતમ તામાન વધવાની આશા છે. હિમાલયના ઉપરી વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફ વર્ષા શક્ય છે. આ ઉપરાંત તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે.
ત્યારબાદ ૨૨ જાન્યુઆરીથી વરસાદનો દોર શરૂ થવાની શક્યતા છે. ૨૨ જાન્યુઆરીના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય પહોંચશે. જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ થનારો વરસાદ બહુ ભારે નહીં હોય પરંતુ દિલ્હી, પશ્ચિમ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં એક કે બે વખત ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદથી વિસ્તારમાં મહત્તમ તાપમાન થોડું ઘટવાની શક્યતા છે. જેાથી હાલમાં જાેવા મળી રહેલી અસામાન્ય ગરમીથી રાહત મળી શકશે. બીજી બાજુ ૈંસ્ડ્ઢના જણાવ્યાં મુમજબ ઉત્તરી પાકિસ્તાન અને નીચલા ક્ષોભમંડળમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. પશ્ચિમી રાજસ્થાન પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્રની સપાટીથી ૫.૮ કિલોમીટર ઉપર એક્ટિવ થવાનું છે. તેની અસરથી આજે, કાલે અને પરમદિવસે ૨૧થી ૨૩ જાન્યુઆરી સુધી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. ગાજવીજ સાથે બરફવર્ષા થઈ શકે છે. ૨૩ અને ૨૩ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની અને વરસાદ પડવાની શક્યતા છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન મન્નારની ખાડી અને તેની નજીક શ્રીલંકાની ઉપર મધ્ય ક્ષોભમંડળ સ્તર પર મજબૂત થઈ રહ્યુ છે. જેની અસરથી તમિલનાડુ તટ પર ઉત્તર-પૂર્વી વાયરા ફૂંકાઈ રહ્યા છે. ૨૩ જાન્યુઆરી સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
Recent Comments