દામનગર શહેર માં લાઠી દામનગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજ નું કામ લાંબો સમય ચાલવાનું હોય તેમ છતાં કામ કરતી એજન્સી એ ટેન્ડર ની સામાન્ય શરતો નું આચરણ વગર કામ શરૂ કર્યું સ્થાનિક ધારાસભ્ય એ પણ વિઝીટ કરી ચુક્યા છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું હોવા નું જાણવા મળે છે ત્યારે સવાલ એ છે કે ધારાસભ્ય એ માર્ગદર્શન આપતું હશે ? કે તેના માર્ગદર્શન નો પણ ઉલ્લાળીયો કરાય રહ્યો છે દૈનિક હજારો લોકો જિલ્લા અને તાલુકા મથકે થી અપડાઉન કરતા હોય સરકારી બાબુ ઉપરાંત તાલુકા જિલ્લા મથકે કે દવાખાના ઉચ્ચ અભ્યાસ માટે અવર જવર કરતા વિદ્યાર્થી અને લાખો દર્શનાર્થીઓ યાત્રા ધામ ભુરખિયા અવર જવર કરતા હોય તેવા અતિ ધમધમતા સ્ટેટ ના લાઠી દામનગર રોડ ઉપર ચાલતા રેલવે ઓવરબ્રિજ ના કામ ખૂબ લાંબો સમય ચાલનાર છે કામ કરતી એજન્સી એ ડ્રાયવર્ઝન બનાવ્યા વગર જ ઓવરબ્રિજ નું કામ શરૂ કર્યું અનેક વખત ફરિયાદો પ્રચાર માધ્યમો માં પણ લોકો ની હાલાકી અંગે અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં કામ કરતી એજન્સી ની ધરાર મનમાની સરકારી તંત્ર કે ધારાસભ્ય ને પણ નહીં ગણકારતી હોય ? કે પછી કોઈ મોટા ગજા ના નેતા ના આશીર્વાદ કે ભાગીદાર હશે ? જાહેર બાંધકામ વિભાગ ના બાબુ ઓ એ લાઠી દામનગર સ્ટેટ ના રોડ ઉપર ચાલતા ઓવર બ્રિજ ની સ્થળ વિઝીટ કરી યોગ્ય રીતે ડ્રાયવર્ઝન બનાવવા તાકીદ કાર્યવાહી કરવી જોઈ એ આ રસ્તા માં ડ્રાયવર્ઝન યોગ્ય રીતે આપવું એ ઉપકાર નથી જનતા નો હક્ક છે એ ન ભૂલવું જોઈ એ ઓવરબ્રિજ સ્થળે ધારાસભ્ય એ સ્થળ વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હોવા ની મધ્યમમો એ પણ નોંધ લીધી પણ કામ કરતી એજન્સી એ નોંધ ન લીધી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

















Recent Comments