ગુજરાત

સિદ્ધપુરની યુવતીને ફરવાના બહાને લઇ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું

સિદ્ધપુરની યુવતીને ફરવાના બહાને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સિદ્ધપુરની યુવતીને ફરવાના બહાને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીને પ્રેમીએ ફરવાના બહાને અમદાવાદ લઈ જઈ હોટલમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. યુવતી પર દુષ્કર્મને લઈને સિદ્ધપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તેને સુરેશજી નાગરજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ૭ નવેમ્બરના રોજ સુરેશજી ઠાકોર અને તેની મમ્મીના મામા છનાજી ઠાકોર ઇકો ગાડી લઈને આવ્યા હતા. બાદમાં સુરેશજી દ્વારા યુવતીને બહાર ફરવા લઈ જવાનું કહ્યું. જાે કે ફરવાના બહાને સુરશેજી નામના યુવાન આ યુવતીને એક હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો. દુષ્કર્મને લઈને યુવતી આઘાતમાં હતી પરંતુ તેના કાકાએ હિંમત આપતા સિધ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. સિધ્ધપુર પોલીસે સુરેશજી નાગરજી ઠાકોર અને છનાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

Follow Me:

Related Posts