ગુજરાત

ભાવનગરના પાલીતાણામાં માર મારેલા યુવકનું હાર્ટએટેકથી મોત થયું ખી બચતા આરોપીઓનો થયો ભાંડા ફોડ

ભાવનગરના પાલીતાણા ખાતે એક ધર્મશાળામાં સાત શખ્સોએ એક યુવકને મારમારી, સર ટી. હોસ્પિટલ પહોંચાડયો હતો અને બાદમાં યુવકનું મોત થયું હતું તેમ વાત કરવામાં આવી રહી હતી પરંતુ પોલીસને શંકા જતાં પેનલ પી.એમ. કરાવ્યું હતુ જેમાં ઘટસ્ફોટ થયો હતો કે આ વ્યક્તિની હત્યા કરી હોવાનું બહાર આવતા આ મામલે સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

ભાવનગરના પાલીતાણા ખાતે ચેન્નઈ ભુવનમાં મજૂરી કરતા યુવકને ત્રણથી ચાર લોકો રિક્ષામાં સુવડાવી આઠેક દિવસ અગાઉ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું તબિબોને જણાવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. જે બાદ સર ટી. હોસ્પિટલ ખાતે પોલીસ ચોકીના અધિકારીઓને જણાવ્યું હતું કે, સોનગઢ બસસ્ટેન્ડ ખાતે યુવકને હૃદય રોગના હુમલો આવતા તેમને રિક્ષામાં સુવડાવી હોસ્પિટલ પહોંચાડયો હોવાનું લખાવ્યું હતું. સોનગઢ પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ પણ કરી લીધી હતી, પરંતુ સોનગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૃતક યુવકના શરીરે ઈજાઓ જોતા પેનલ પી.એમ. કરાવાતા યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, તપાસના અંતે આજે રાજુ અજીતભાઈ રાઠોડ, સોનુ, સાહિલ, ચૈનસિંગ ઉર્ફે અર્જુન પટેલ, મહમદ આઝાદ ઉર્ફે જય દિક્ષીત, ગંગેશકુમાર ઉર્ફે પ્રદિપ શ્રીરામપ્રકાશ દોહરે, વિજય બાબુલાલ પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સોનગઢ પોલીસની પી.આઈ. સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીએ રાજુ રાઠોડે યુવકને બસ સ્ટેન્ડમાં હૃદય રોગના હુમલાથી કહ્યું હતું જે આધારે બસ સ્ટેન્ડ તેમજ તેના કોલ ડિટેઇલ્સની જાણકારી મેળવતા લોકેશનો જુદા જુદા મળ્યા હતા.

મૃતક યુવકને રિક્ષામાં લઇ જનાર રિક્ષા ચાલકને પકડી લઈ આકરી પૂછતાછ કરતા તમામ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. શાકભાજી કાપવાના પાટલા, ધોકા અને ઢીકાપાટુથી યુવકની કરપીણ હત્યા કરી આઠ દિવસ અગાઉ ચેન્નઈ ભુવન નજીક મૃતક અને આરોપી ઝઘડો થયો હતો. અને અવિનાશે અનિલ સાવંતને મોઢાના ભાગે પથ્થર ઝીંકી ઈજા કરી હતી. જેની દાઝ રાખી સાતેય શખ્સોએ અવિનાશના શરીરે આડેધડ ગંભીર મારમારી કરી હત્યા કર્યાનું આરોપીએ પૂછપરછમાં કબુલ્યું હતું.

Related Posts