રાષ્ટ્રીય

પેરિસના જગવિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં ચોરી! સ્કૂટર પર આવેલા ચોર કિંમતી આભૂષણ લઈને ફરાર

ફ્રાન્સના પાટનગર પેરિસના વિશ્વ પ્રસિદ્ધ લૂવ્ર મ્યુઝિયમમાં ચોરીના કારણે હડકંપ મચ્યો છે. મ્યુઝિયમ એક દિવસ માટે બંધ કરી દેવાયું છે, અહીં મોનાલિસા સહિત વિશ્વની અનેક પ્રતિષ્ઠિત ઐતિહાસિક કલાકૃતિઓ રાખવામાં આવી છે. જોકે હજુ સુધી મ્યુઝિયમ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે નેપોલિયનના કલેક્શનમાંથી ઘરેણાં ગાયબ થયા છે. જોકે, મ્યુઝિયમે અચાનક બંધ થવાના ‘અસાધારણ કારણો’ ટાંક્યા હતા.ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રી રચિદા દાતીએ આજે ​​સવારે સૌથી પહેલા મ્યુઝિયમમાં થયેલી ચોરીની માહિતી આપી હતી. તેમણે એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજે સવારે લૂવર મ્યુઝિયમમાં ખુલતા પહેલા લૂંટ થઈ હતી. કોઈ ઈજા થઈ નથી. હું મ્યુઝિયમ સ્ટાફ અને પોલીસ સાથે ઘટનાસ્થળે છું.’મીડિયા રિપોર્ટે પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, લૂંટારા એક સ્કૂટર પર આવ્યા હતા અને નાના ચેઈનસોથી સજ્જ હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લૂંટારુઓ મ્યુઝિયમમાંથી ઘરેણાં લઈને ભાગી ગયા હતા. તેમજ ચોરાયેલી વસ્તુઓની કિંમત હજુ પણ આકારણી કરવામાં આવી રહી છે.ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝે જણાવ્યું હતું કે, સંગ્રહાલયમાંથી ‘અમૂલ્ય ઘરેણા ‘ ચોરાયા છે અને તે ચોરી પણ માત્ર સાત મિનિટ ચાલી હતી.

Related Posts