અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નદી બજારના પાલામાં ચોરી

સાવરકુંડલા શહેરમાં આવેલ નદી બજારમાં આવેલ ચામુંડા સોપ નામના પાલામાંથી ગતરોજ રાત્રે કોઈ અજાણ્યા ચોરે પાલો તોડી અને લગભગ આઠ દસ હજારના માલની ચોરી કરેલ  છે. આમ છેલ્લા પંદરેક દિવસમાં ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે. સાવરકુંડલા શહેર તેમજ નદી બઝાર જેવા એરિયામાં ચોરી થાય એ ખરેખર ખૂબ ગંભીર બાબત ગણાય. પોલીસ તંત્ર દ્વારા આ સંદર્ભે યોગ્ય ચુસ્ત બંદોબસ્ત સાથે રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે અને આ ચોરી જેવી ઘટનાની ઊંડી તપાસ કરી ચોરને તુરંત પકડવામાં આવે એવું આ વિસ્તારના વેપારીઓ ઈચ્છે છે.

Related Posts