ગુજરાત

સુરતમાં ૩૨ કરોડના હીરા અને રોકડ ચોરી નો ભેદ ઉકેલાયો: ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

સુરતમાં તાજેતરમાં બનેલી ૩૨ કરોડ રૂપિયાના હીરા ચોરીની ઘટનામાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ જાણવા મળ્યું છે કે, આ ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ ફરિયાદી અને હીરાના માલિકે પોતે જ કરાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પાછળનો હેતુ વીમાના પૈસા પકવવાનો હતો. પોલીસની ઉલટ તપાસમાં માલિકે આ ગુનાની કબૂલાત કરી છે, જેના કારણે સુરત પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. શરૂઆતમાં આ ચોરી એક ગંભીર ગુનો લાગતી હતી, પરંતુ તપાસનો દોર ફરિયાદી તરફ વળતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો.
આ કેસમાં ચોરીની ફરિયાદ નોંધાતાં જ કાપોદ્રા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આઠ ટીમો બનાવી, જેમાં ૮ પોલીસ ઇન્સ્પેક્ટર (ઁૈં) અને ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ હતા. આ ટીમોએ કાપોદ્રા, વરાછા અને અન્ય વિસ્તારોના ૩૫૦થી વધુ ઝ્રઝ્ર્ફ ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને સ્ટેશન નજીક ઉતર્યા હતા, જ્યાંથી તેઓ ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં ફરાર થયા હોવાની શંકા હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવામાં બિલ્ડિંગના તાળાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસે જ્યારે બિલ્ડિંગના તાળાની તપાસ કરી, ત્યારે તેમને શંકા ગઈ કે આ તાળું કોઈ પ્રોફેશનલ ચોરે તોડ્યું નથી, પરંતુ જાણીજાેઈને તોડવામાં આવ્યું છે. આ શંકાના આધારે પોલીસે માલિકની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી. પોલીસના સકંજામાં આવતા માલિકે અંતે હાર માની અને તેણે સ્વીકાર્યું કે, તેણે આ ચોરીનું નાટક વીમા કંપની પાસેથી મોટી રકમ મેળવવા માટે રચ્યું હતું. તેણે હીરાને ક્યાં સંતાડ્યા છે તેની પણ માહિતી પોલીસને આપી.
સુત્રોના જણાવ્યાનુસાર, ચૌધરી પરિવારની આ બે હીરાની પેઢીમાં વર્ષે ૩૦૦ કરોડ રૂપિયાનું ટનઓવર થાય છે. જાેકે, સાતમ-આઠમની રજા દરમિયાન એકેય સિક્યુરીટી ગાર્ડ તહેનાત નહોતો.
સુરત પોલીસની ટીમે આ કેસની ઝીન્વટપૂર્વક તપાસ દરમિયાન આસપાસના વિસ્તારના સીસીટીવીના ફુટેજના આધારે શરૂ કરેલી તપાસમાં બે થી ત્રણ અજાણ્યા ચોરી કરવા રીક્ષામાં આવ્યા હોવાનું જણાયું છે. ફોરેન્સિક વિભાગે સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી પણ મળી આવી છે. તિજાેરી પરથી બે થી ત્રણ વ્યકિતના ફિંગર પ્રિન્ટ પણ મળી આવ્યા છે.

Related Posts