અમરેલી

સાવરકુંડલા વોર્ડ નંબર એકના પારેખવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ બનાવવામાં ન આવતા ભારે હાલાકી.

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ અને નગરપાલિકા વોર્ડ નંબર એક ના પારેખ વાડી વિસ્તાર જે શહેરની મધ્યનો વિસ્તાર કહેવાય છે જ્યાં સાવરકુંડલા નગરપાલિકા ની સ્થાપના થી લઈને આજદિન સુધી ક્યારેય પણ રોડ બન્યો નથી આથી ચોમાસા માં આ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહીછે પારેખવાડી કાનજીબાપુ ઉપવન વાડી પાછળ નો મુખ્ય રોડ જ્યાંથી અમરેલી રોડ, સંધી ચોક, ધનાબાપુ આશ્રમ, પારેખ વાડી, વજલપરા, દેવળા ગેઈટ, નેસડી રોડ, ગાંધી ચોક વગેરે શહેરના મુખ્યમાર્ગો અને રસ્તાઓને જોડતો આ માર્ગ આઝાદી બાદ ક્યારેય બનવાવામાં આવ્યો નથી આ વિસ્તાર ના રહીશો દિલીપસિંહ વાઘેલા, મહેશભાઈ કાચા, વિનોદસિંહ ગોહિલ વગેરે દ્વારા અવાર નવાર પાલિકા તંત્ર, પાલિકાના સતાધીશો અને વોર્ડ નંબર એકના સદસ્યોને આ માર્ગ બનાવવા લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજુઆતો કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધી રોડ બનાવવામાં ન આવતા રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
              સાવરકુંડલા શહેરનો પ્રાચીન વિસ્તાર અને પાલિકાનો પહેલો વોર્ડ જેના સદસ્યો માં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી, પાલીકાના વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌહાણ હોવા છતાં પણ કાનજીબાપુ ઉપવન પાછળ નો આ માર્ગ પાલિકા દ્વારા બનાવવામાં ન આવતા પાલિકાના સદસ્યો પ્રત્યે વોર્ડ નંબર એકના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Related Posts