કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ૈંઝ્રછઇ-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (ડ્ઢસ્છઁઇ) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વિશ્વ જે પ્રમાણે યોગ તરફ અગ્રેસર થયું છે તે જાેતા આવનારા સમયમાં આયુર્વેદનું મહત્વ ખૂબ વધવાનું છે. જેમાં સાઇડ ઇફેક્ટ ન હોવાના કારણે આયુર્વેદિક દવાઓની ઉપયોગિતામાં નોંધપાત્ર વધારો થશે.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ખેડૂતોનું મહત્વ ક્યારેય સમાપ્ત થઈ શકતું નથી. ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે બનાવેલા રોડમેપમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવું, ઉત્પાદન ખર્ચ ઘટાડવો, ઉત્પાદન માટે વાજબી ભાવ, કૃષિનું વૈવિધ્યકરણ અને ખાતરોના મર્યાદિત ઉપયોગથી આવનારી પેઢી માટે પૃથ્વીને સુરક્ષિત રાખવાનો સમાવેશ થાય છે.
‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન‘ને એક ઐતિહાસિક પગલું ગણાવતા મંત્રી શ્રી શિવરાજ સિંહે ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે ઔષધીય પાકના ઉત્પાદન માટે જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે ઔષધીય પાકના ઉત્પાદનથી તેમની આવક ૧.૫ થી ૨ લાખ સુધી વધી શકે છે. ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તેના પર વધુ રિસર્ચ કરવા વૈજ્ઞાનીકોને પ્રેરિત કર્યા હતા. તેમણે વધુ ઉત્પાદનની સાથે લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળે તેના પર વિશેષ ધ્યાન કેંદ્રીય કરવા જણાવ્યું હતું.
ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદનની સાથે તેનો યોગ્ય ભાવ મળે તે માટે રીસર્ચ કરવાની વિશેષ જરૂર – શ્રી શિવરાજ સિંહ

Recent Comments