આ સંદર્ભે કર્મઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પ્રેરક ઉપસ્થિતિમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંધવી તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનો આભાર અભિવાદન સમારોહ સાવરકુંડલા શહેરના વેપારીઓ ઉદ્યોગપતિઓ દ્વારા અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ પરજિયા જ્ઞાતિ વાડીના હોલમાં યોજાયો.
કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને આવકારતાં વેપારી સમાજ અને ઉદ્યોગપતિઓના સંગઠનો દ્વારા ફટાકડા ફોડી ધારાસભ્યનું સ્વાગત કુમકુમ તિલક સાથે કરવામાં આવેલ. ત્યારબાદ વિશાળ હોલમાં અભિવાદન સમારોહનો પ્રારંભ થયો
પ્રારંભે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું પુષ્પગુચ્છ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તેના પ્રારંભિક ઉદબોધનમાં સ્માર્ટ જીઆઇડીસીની સંદર્ભે વિગતવાર વાત કરી હતી.
આ પ્રસંગે સાવરકુંડલાના વેપારીઓ ઉદ્યોગપતિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેહુલભાઈ ત્રિવેદી, રસિકભાઈ વેકરિયા, દીપકભાઈ માલાણી, કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, કેતનભાઈ ત્રિવેદી, જગદીશભાઈ માધવાણી વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્માર્ટ જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ અંદર મિનિમમ ૪૦ ૫૦ ફૂટના રોડ, લાઈટ, સ્માર્ટ ટેકનોલોજી સાથે. સી. સી. ટીવી, ઈ.વી. ચાર્જિંગ સ્ટેશન, ગ્રીનરી સાથે ખૂબ આધુનિક વ્યવસ્થા સાથે નવી સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત થતાં ખુશીનો માહોલ.
આ જીઆઇડીસી બોઘરિયાણી ખોડીયાર (ધજડી) સાવરકુંડલા માં ૧૦૦એકર (ચાર લાખ સ્ક્વેર મીટર)નું આકાર લેશે.
આ પ્રસંગે સાવરકુંડલા શહેરના તમામ વિભાગના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિત જોવા મળી હતી.
આ પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોશિયેશન, વિવિધ વેપારી મંડળો, શૈક્ષણિક સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહીને ધારાસભ્યની દીર્ઘ દ્રષ્ટિને નવાજવામાં આવી.
આ જીઆઇડીસીનું નિર્માણ થતાં સ્થાનિક વેપાર ઉદ્યોગને એક નવી ઊર્જા પ્રાપ્ત થશે. અને અમરેલી જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
અંતમાં આભાર દર્શન કેતનભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

















Recent Comments