મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. તાજેતરમાં, મેઇતેઇ સમુદાયની મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળ્યા બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી સમગ્ર રાજ્યમાં સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન મણિપુરને લઈને એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, મણિપુરમાં ૧૫ થી ૨૦ વર્ષની છોકરીઓને હથિયારોના ઉપયોગની તાલીમ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર મણિપુરમાં ચાલી રહેલી છોકરીઓની ટ્રેનિંગ ૪૫ દિવસની છે, જેમાં દરેક બેચમાં ૫૦-૫૦ છોકરીઓ સામેલ છે. આ પ્રશિક્ષણ કેન્દ્રો મણિપુરના કકચિંગ જિલ્લાના થાણા ખોંગજામ, યાથીબી લૌકોલ ખાતે રાહત શિબિરમાં ખોલવામાં આવ્યા છે.
આઈડીપીએસ માટે સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં આ તાલીમ આપવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, છોકરીઓ પોતાની ટ્રેનિંગ પૂરી કરી લે પછી તેમને સીધી રીતે સંસ્થામાં સામેલ કરવામાં આવતી નથી. દ્ગૈંછ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મણિપુરમાં બગડતા વાતાવરણ પાછળ મ્યાનમારથી મણિપુરમાં હથિયારોની દાણચોરી પણ મુખ્ય કારણ છે. જેની માહિતી તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાંથી બહાર આવી છે. મ્યાનમારથી જ બંને જૂથો પાસે હથિયારો પહોંચી રહ્યા છે. જેનો ઉપયોગ મણિપુરમાં હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને જ, પોલીસે કાકચિંગ અને થોબલ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા અલગ-અલગ સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. સુરક્ષા દળોએ ગ્રેનેડ, અનેક રાઈફલ્સ અને હેન્ડગન કબજે કર્યા છે.
ખાસ વાત એ છે કે આ તાલીમ શિબિરો સરકાર દ્વારા સંચાલિત રાહત શિબિરોમાં ચલાવવામાં આવી રહી છે. તાલીમ લેનારી છોકરીઓની ઉંમર ૧૫ થી ૨૦ વર્ષની છે. તેમને રાજ્યમાં હિંસક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં જાતિ સંઘર્ષની પ્રથમ ઘટના ૩ મે ૨૦૨૩ના રોજ પ્રકાશમાં આવી હતી. ત્યારથી, કુકી-મેઇટી બંને સમુદાયોના કુલ ૨૪૦ લોકો મૃત્યુ પામ્યા છે, અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. રાજ્યમાં હિંસા ચાલુ છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ હોબાળો વધી ગયો છે. જીરીબામ ઘટનાના વિરોધમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તાજેતરના દિવસોમાં વિરોધીઓએ ઘણા ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી છે અને આગ ચાંપી છે. જીરીબામમાં પોલીસ ગોળીબારના કારણે એક પ્રદર્શનકારીના મોતનો પણ આરોપ છે. જેના કારણે તણાવ પણ વધી ગયો છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને કારણે એનપીપીએ ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. એનપીપીએ માંગ કરી છે કે જ્યાં સુધી એન બીરેન સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં ન આવે ત્યાં સુધી તે સમર્થન નહીં આપે.
Recent Comments