ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોમાં ખુશી જાેવા મળી, યાર્ડ બહાર વાહનોની ભરમાર જાેવા મળી
ડુંગળી ભરેલા વાહનોની ગોંડલ યાર્ડમાં લાંબી લાઈનો જાેવા મળી. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોમાં જાેવા મળી ખુશી. ડુંગળી ભરેલા વાહનોની ગોંડલ યાર્ડમાં લાંબી લાઈનો જાેવા મળી. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોમાં ખુશી જાેવા મળી. ગોંડલના માર્કેટિંગ યાર્ડ બહાર ૬ થી ૭ કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર હતી અને આ વાહનોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો હતો. આ વર્ષે ડુંગળીનો પાક સારો થતા ૩ લાખથી વધુ કટ્ટાની આવક થતાં યાર્ડ બહાર વાહનોની ભરમાર જાેવા મળી. ખેડૂતોને હરાજી પ્રક્રિયા દરમ્યાન ડુંગળીના પાકના વેચાણનું સારું વળતર મળ્યું. ડુંગળીની ગુણવત્તા અનુસાર પ્રતિ ૨૦ કિલોના ૧૦૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરતા લગ્નસરાની સિઝન શરૂ થશે. તેમજ મકરસંક્રાતિ પર્વ દરમ્યાન પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં ભીડ જાેવા મળશે. આજે તહેવારોના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ વધ્યો છે. તેથી સંભવત આ શક્યતાઓને લઈને ખેડૂતોને અત્યારે હરાજી પ્રક્રિયામાં ડુંગળીના સારા ભાવ મળી રહ્યો છે. જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સહિતની જણસીના વેચાણ અર્થે આવતાં હોય છે.
ગુજરાતના ખેડૂતો ઉપરાંત ગોંડલ યાર્ડમાં બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ જણસીઓની ખરીદી કરવા આવે છે. ગોંડલ યાર્ડમાં જણસીમાં અત્યારે લાલ ડુંગળીની વધુ માંગ છે. ખાસ કરીને રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડુંગળીની ખરીદી વધુ થતી હોય છે. અત્યારે ડુંગળીના ખેડૂતો માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડ સારી કમાણીનું સ્થાન બન્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. અને ત્યાં ડુંગળીનું પાક કરનાર ખેડૂતો ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવી પોતાની જણસીનું વેચાણ કરે છે જેથી તેમને સારો ભાવ મળે. અત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી છે. પાકનું સારું વળતર મેળવવા ખેડૂતોનું ગોંડલ માર્કેટીંગ યાર્ડ પ્રથમ પસંદગી રહે છે.
Recent Comments