અમરેલી

ક્યાંક સાંપ્રત સમયમાં ફરી પાછું કબીલા તરફ પ્રયાણ તો નથી’ને.?? ભાઈ બેઠા છે. હોં, ચિતા ન કરશો

આજનો સળગતો સવાલ ” કબીલા”! તો નથી બની રહીને “ગ્યાતિ ( કાસ્ટ) ઓ! ઓહ! નો.

કોઈએ પાંસળીમાં તીવ્ર હથિયાર પરોવી દીધું હોય ! એવું પીડાજનક જ નહીં.ભયજનક લાગ્યું ને આ વાક્ય ! *અમારો આ કાતિલ પ્રશ્ન. પણ એ પીડા, એ ભય ને ” આગમનાં એંધાણ માની જો સમાજ વ્યવસ્થાપકો ઉપચારાત્મક પ્રયાસો નહીં કરે ને ! તો ….તો….લખી રાખજો . આ દહેશત સાચી પડ્યે જ છુટકો .*

માનવ એ સામાજિક પ્રાણી છે.

આવું વાક્ય કરોડો વાર લખાય છે, બોલાય છે,વંચાય છે….. માર્ક, ગુણ,નંબર લેવા ગોખાય પણ છે.

માનવ એ સામાજિક પ્રાણી છે.

પરંતુ જરાક નજીક જઈ આ વાક્યને બારીક નજરે વાંચીએ , જોઈ એ,તપાસીએ,અનુભવીએ ત્યારે ઉચ્ચારાય જવાય છે. કે…. કે…..માણસ એ સામાજિક , પણ પ્રાણી છે!

સમજાયું???? : આ વાતની માંડણી કરવા બેસીએ તો ” પાષાણ” યુગ અને પૈડાની શોધ પહેલાના દિવસોથી શરૂ થાય.પરંતુ આજના ડિજિટલ જમાનામાં પાષાણ યુગથી શરૂ કરી વિશ્વ વિખ્યાત ગોવર્ધનરામ ત્રિપાઠીની માફક સરસ્વતીચંદ્ર લખી શકાય તેવી કોઈ સંભાવના નથી.તો વળી સર ભગવતસિંહજી ઓફ ગોંડલ સ્ટેટના અનેક દળદાર અંકોમાં છપાયેલ ઉપડે નહીં એટલા વજનદાર ભગવત ગો મંડળ જેવડું દૈનિક પ્રકાશિત કરી શકાય નહીં એટલે વિષયની ગહનતા ભલેને સૃષ્ટિની ઉત્પતિ જેટલી ગહન હોય આપડે તો ” ઝાકળ, ધૂંન્દ… ના આ દિવસોમાં વીઝીબીલીટી જેટલા બે ચાર મીટર જેટલી હોય તેમાં જ હંકાર્યે છૂટકો છે.

 એટલે જે અને જેવુ થોડું ઘણું દેખાય તે નસીબ.નાત, ગ્યાંત ( known/ જાણીતું) શબ્દ પરથી આવેલ જણાય છે.જાણીતા લોકોના સમૂહને ગ્યાંત સુસ્પષ્ટ ન બોલી શકતા નાત થયું.પછી જાત થયું. અને પડી એમાં ભાત! વિવિધ હુન્નર મુજબ. લુવાર,સુથાર,દરજી,કુંભાર,….આમ નાતનો નાતો થયો હુન્નર મુજબને વળી પાછું ફૂમકું જૂનું રહી ગયું…અને. લુવાર…. લાકડા ઉદ્યોગમાં! ને સુતાર લોખંડમાં  એમ જે ને જેમાં રૂપિયા મળવા લાગ્યા તે કામ કરવા માંડ્યા.પરંતુ નાતની નાથ પરોવાઈ ગઈ ઈ તો રઇ.પછી તો આ નાતની નાથથી ભલું ઈચ્છનારાઓ નાથવા લાગ્યા ! ભલ.. ભલા… ને.તે ક્યાં સુધી કે *ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે રૂબરૂ વાતુ કરે ! હાજરા હજૂર એવા મેતા ( નરસિંહ) ને ય નાતે નાથવા પ્રયત્ન કર્યો!*

આજે આ નાતની નાથ જે કેટલાકને નાથવા પ્રયત્ન કરે છે તે વાચકોથી અજાણ નથી જ.

 પણ હા,નાતની નાથનો ઉલાળિયો અસંભવ બની ગયો એટલે છે કે એ સંગઠન પાછું ઘડીના છઠા ભાગમાં એના ધેટાંના પ્રશ્ને ભેરુ ભેગા કેતા જ ભેગા ય થઈ જાય છે. આ ટોળું, એકલદોકલ માનવીને સલામતીનો સબળ *આભાસ* કરાવે છે.જેને *” હૂંફ”* કહે છે. હવે જે ઐતિહાસિક કબીલાઓ ( પ્રધાન મંત્રી આવાસ યોજના પહેલા કહેવાય છે કે માનવોને વિચરતું રેવુ પડતું!)નાત થયા તે છેલ્લી કેટલીક ઘટનાઓથી  *”કબીલા”* તો પાછા નહીં થઈ જાય ને આવી દહેશત ઉભી થઈ છે.

*એક યુવા બેધડક પત્રકારે તો યુ ટ્યુબ પર કહી દીધું કે દરેક નાતમાં એક નાત હિતરક્ષક સમૂહ નિશ્ચિત આકાર લઈ રહ્યો છે.જે નાતના,સમાજના( ઘણા નાત ને સમાજ કેય સે!)હિત રક્ષણના નામે ગમે ત્યારે એક્શન મોડમાં આવી રસ્તા પર પણ ઉતરી આવે છે* ( પેલા ફાયટર વિમાનોને રસ્તા પર ઉતારવાના પ્રયોગો થાય સે ને ઇમ!) અને આ આવડત જો પ્રબળ વિકસી જાય તો ” નાત કબીલા” બની જાય.અને કબીલાઓના જમાનાની હકીકતો અને તેના અતિરેક બાદ ફરી કબીલાઓ નાત બન્યાની વાતો સૌ જાણે છે.

 સાંપ્રત સામાજિક ઘટના ઓ એ વાતની દહેશત ઉભી કર્યા વગરની નથી રેતી કે નાત કબીલા બની જાહે કે હું? અને બની જાય તો તેનો દોષ સાંપ્રત સરકારની જાડી થતી જતી ચામડી! એકલ દોકલ માનવીની વાત પર ત્વરિત પગલાના અભાવ.સંખ્યા નું સુદૃઢ થઈ ચૂકેલું મહત્વ! છે.*એક વ્યક્તિના મત માટે જંગલ અને ગિરીકંદરાઓમાં મતદાન મથક નાંખતી સરકાર.એક માણસની ફરિયાદને દાદ આપતી હોય  સરકાર તો …. ટોળામાં સલામતી ગોતવા માનવી ન દોડી જાય! અને આધુનિક ” કબીલા” ઓ બનતા અટકે !*

 કબીલાઓ તેમના સભ્યો તેના ” કાબુ” માં રહે તે માટે દુરાગ્રહી હોય છે.બીજું, એક કબીલો બીજા કબીલા વિરુદ્ધ ગમે ત્યારે નાની મોટી વાતમાં સંઘર્ષ અને યુદ્ધ છેડી લેતા. આજે ગયાંતીઓ આવો દુરાગ્રહ સેવે છે.અને એક કબીલો ( સોરી જ્ઞાતિ) બીજા કબીલા પર હાવી થાવા રોડ પર ઉતરી આવે છે.માટે લખ્યું કે ગ્યાંતીઓ કબીલા તો નથી બની રહી ને?

Related Posts