ગુજરાત

રાજકોટ ભાવનગર વચ્ચે રેલ પ્રવાસ કરતા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબત

પશ્ચિમ રેલવે હેઠળ આવતા ગુજરાતના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનમાં ટ્રેન સેવા પ્રભાવિત. આ મામલે ભાવનગર રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે આગામી 23 ઓગસ્ટ, 2025 સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 

રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેકની કામગીરીને લઈને ભાવનગર ડિવિઝનની અસરગ્રસ્ત ટ્રેનોની રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં રદ કરાયેલી, આંશિક રદ ટ્રેન, ટ્રેનોના સ્ટોપેજ રદ કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. 

રદ કરાયેલી ટ્રેનો:-

– ટ્રેન નં. 19251 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

– ટ્રેન નં. 19252 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20-8-2025 થી 22-8-2025 સુધી રદ રહેશે. 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:-

– ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ લાલપુર જામ-કાનાલુસ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

– ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર લોકલ કાનાલુસ-લાલપુર જામ વચ્ચે તાત્કાલિક અસરથી 22-8-2025 સુધી આંશિક રીતે રદ રહેશે. 

આ પણ વાંચો: સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ

આ ટ્રેનોના સ્ટોપેજ રદ:-

– ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 23-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં. 

– ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 22-8-2025 સુધી તાત્કાલિક અસરથી લાખાબાવળ સ્ટેશને રોકાશે નહીં.

Related Posts