અમરેલી

આ ગાંધીજી ગુજરાતમાં વિધાર્થીઓ ભણે કઈ રીતે તે મસમોટો સવાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે હાથસણીની  સીમશાળાની વાત

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ગામની સીમશાળા કે જેમાં 

બાલ વાટિકાથી લઈને ધોરણ સાત  સુધીનો અભ્યાસ ક્રમ આ સીમશાળામાં કરાવવામાં આવે છે ને ૫૦ જેટલા વિધાર્થીઓ આ હાથસણી અને સાવરકુંડલાના વાડી વિસ્તારની આ સીમશાળામાં ભણી રહ્યા છે સરકાર દ્વારા ગ્રામીણ ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સીમશાળા બનાવવામાં આવી છે પણ સીમશાળામાં બાળકોને જવામાં પડતી તકલીફ અંગે સરકાર બેધ્યાન હોય તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે સાવરકુંડલાના હાથસણી નજીક બનાવેલી સીમશાળામાં પહોંચવા  વિધાર્થી બાળકોને ગંદા પાણીના નિહારમાંથી ચાલીને સ્કૂલે જવાની મજબૂરી છે જંગલ જેવો ગાઢ વિસ્તાર છે સિંહ દીપડાના ભય વચ્ચે નાના ભુલકાઓ આ ચાર પાંચ  કિલોમીટર ચાલીને આ સિમશાળામાં ભણવા આવે છે વેરાન વગડો ને ગીચ વાડી વિસ્તારમાં વિધાર્થીઓ ભયના ઓથાર તળે ભણવાની મજબૂરી વચ્ચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે ને વિધાર્થીઓ આ પાણીના નિહાર સાથે કાદવ કિચડના સામ્રાજ્યમાં પગપાળા ચાલીને ભણવાની મજબૂરીઓ વ્યથાઓ સાથે વ્યક્ત કરે છે. 

 સીમશાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ સાંકડી અને ગીચ ઝાડી ઝાંખરાવાળી ગલીમાંથી પસાર થતા હોય ત્યારે વન્યપ્રાણીઓ સિંહ, દીપડાના ભય વચ્ચે વિધાર્થીઓ ભયભીત થતા થતા પહોંચે છે શાળાએ અને શાળા છૂટે ત્યારે અમુક વિધાર્થીઓને શિક્ષકો કારમાં પાંચ કે સાત જેટલા અને બાઇકમાં બે કે ત્રણ  વિધાર્થીઓને બેસાડી ઘર સુધી પહોંચાડવાની માનવતા દાખવે  છે પણ આ નદીના વોકળામાંથી પસાર થતા વિધાર્થીઓ પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે રસ્તો જ ન હોવાથી ભણવાની મજબૂરી વચ્ચે વિધાર્થીઓ પીસાઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી ને હવે સરકારમાં આ અંગે દરખાસ્ત કરશું તેવા મધુર ગીતો  ટી.પી.ઓ. હવે ગાઈ રહ્યા છે માટે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયા ધરપત આપી છે ત્યારે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, ખેલે ગુજરાતના સ્લોગનો સાવરકુંડલા અને હાથસણી વચ્ચે આવેલી સીમશાળામાં બાળકો ભણશે કઈ રીતે તે મસમોટો સવાલ છે ને નદીના પાણીના પ્રવાહ સાથે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલ જવાની મજબૂરી વચ્ચે વિધાર્થી બાળકો પીસાઈ રહ્યા છે તે પણ આજના હાઈટેક યુગમાં એક વરવી 

Related Posts