આ વર્ષે કોલ્ડ વેવના દિવસોની સંખ્યા ઘટીને બે કે ચાર દિવસ જ રહેવા હવામાન તંત્રની આગાહી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતમાં ડિસેમ્બર ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી શિયાળાની ઋતુ પ્રમાણમાં ગરમ એટલે કે ઓછી ઠંડી રહેશે આ સિઝનમાં કોલ્ડ વેવ – શીત લહેરના દિવસો પ્રમાણમાં ઓછા રહેશે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ય્ૈંફઈ ૐર્ંઁઈ ૈંદ્ગડ્ઢૈંછ ઑક્ટોબર અને નવેમ્બરના પાનખર મહિનામાં રેકોર્ડબ્રેક ઊંચા તાપમાન પછી, શિયાળો હળવો રહેવાની ધારણા છે અને કોલ્ડ વેવના દિવસો ઓછા રહેશે.
એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે સામાન્ય વર્ષમાં, શિયાળા દરમિયાન પાંચથી છ કોલ્ડ વેવના દિવસો આવતા હોય છે; પરંતુ આ વર્ષે ૨૦૨૪-૨૦૨૫માં કોલ્ડ વેવના દિવસોની સંખ્યા ઘટીને બે કે ચાર દિવસમાં રહેવાનો અંદાજ છે. દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં સામાન્યથી નીચે સરેરાશ તાપમાન જાેવા મળી શકે છે, પરંતુ મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. નવેમ્બરમાં ગરમ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવનું પરિણામ હતું. દિવસના તાપમાનની દ્રષ્ટિએ નવેમ્બર ૨૦૨૪નો મહિનો ભારત માટે ૧૯૦૧ પછીનો બીજાે સૌથી ગરમ મહિનો હતો અને સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ ત્રીજાે સૌથી ગરમ મહિનો હતો. ઉત્તરપશ્ચિમ ભારત માટે, સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ ૧૯૦૧ પછીનો નવેમ્બર સૌથી ગરમ અને દિવસ અને રાત્રિના તાપમાનની દ્રષ્ટિએ બીજાે સૌથી ગરમ મહિનો હતો.
Recent Comments