fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ઘરફોડ ચોરી કરનાર ત્રણ પરપ્રાંતિય ઇસમોને પકડી પાડી, સોના ચાંદીના દાગીના સહિત કુલ કિ.રૂ. ૨,૮૮, ૫૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલી અમરેલી એલ.સી.બી. ટીમ

→ ગુન્હાની વિગતઃ-

જયસુખભાઈ કાળાભાઈ બરવાળીયા, ઉ.વ.૫૨, રહે.થોરડી, પ્લોટ વિસતાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલીવાળાના રહેણાંક મકાને ગઇ તા.૨૫/૦૮/૨૦૨૪ની રાત્રીને કોઈ અજાણ્યા ઇસમો ઘરની દીવાલ ઉપરથી ધાબામાં આવી, ધાબાની સીડી વડે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, દરવાજા તથા તીજોરી ખોલી સોનાની ચેઇન, સોનાની રૂદ્રાક્ષની પારાવાળી કંઠી, બે સોનાની વીટી તથા ચાંદીની જુની વસ્તુઓ તથા રોકડ રૂ.૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૩,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે જયસુખભાઈ એ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૪૦૩૦૩ /૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ પરપ્રાંતિય ઇસમોને શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે પકડી પાડી, સઘન પુછ પરછ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીની કબુલાત આપેલ હોય અને થોરડી ગામે ચોરીના સોના ચાંદીના સીમ વિસ્તારમાં છુપાવેલ હોવાની હકિકત જણાવેલ હોય, તે જગ્યાએ જઇ તપાસ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ રીકવર કરી, ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા લોખંડનો સળીયા કબ્જે કરી, ઉપરોકત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવમાં એલ.સી.બી.ટીમને સફળતા મળેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) અરજિયા રેમલિયા ભુરીયા, ઉ.વ.૨૭, રહે.મહુડી, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવી આંબરડી, જીવણભાઈ પટેલની વાડીએ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

(૨) સુનીલ સોબત ભુરીયા, ઉ.વ.૧૯, રહે.મહુડી, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવી આંબરડી, લાલભાઈ દેવાણીની વાડીએ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

(૩) રાજુ તેરસિંહ ભુરીયા, ઉ.વ.૨૧, રહે.મહુડી, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવી આંબરડી, બાબુભાઈ પટેલની વાડીએ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

→ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડા રૂ.૪,૦૦૦/-

(૨) એક સોનાનો જુનો ચેઇન વજન ૨૫.૫૦ ગ્રામ કિ.રૂ.૭૦,૦૦૦/-

(૩) એક સોનાની રૂદ્રાણના પારાવાળી કંઠી વજન ૨૮ ગ્રામ કિ. રૂ. ૭૭,૦૦૦/-

(૪) એક સોનાની વીટી વજન ૪.૩૪ ગ્રામ કિ.રૂ. ૫,૦૦૦/-

(૫) એક સોનાની વીટી વજન ૨.૬૧ ગ્રામ કિ.રૂ.૨,૫૦૦/-

(૬) ચાંદીના જુના દાગીનાનો ખેસીયો (ભંગાર) વજન ૫૩૩ ગ્રામ કિ.રૂ.૩૫,૦૦૦/-

(૭) એક લોખંડનો સળીયો કિ.રૂ.૧૦/-

(૮) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩ કિ.રૂ. ૧૫,૦૦૦/-

(૯) એક હોન્ડા કંપનીનું ડ્રમ મોડલનું મોટર સાયકલ જેના રજી. નં. MP-69-ZB-8276 કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ

કિ.રૂ.૨,૮૮,૫૧૦/- નો મુદ્દામાલ.

→ પકડાયેલ આરોપીઓએ આપેલ કબુલાલની વિગત:-

પકડાયેલ ત્રણેય ઇસમોની સઘન પુછપરછ કરતાં ત્રણેય ઇસમોએ સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(૧) આશરે ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે એક મકાની ઉપરથી ધાબા પર આવી, ધાબાની સીડી વડે નીચે ઉતરી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, રૂમના દરવાજા તથા તીજોરી ખોલી રોકડ રકમ તથા સોના – ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવે હોય, જે અંગે ખરાઇ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૪૦૩૦૩ /૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયલ છે.

(૨) આશરે ત્રણેક મહિના પહેલા ખાંભા, ભગવતીપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં રાત્રીના ચોરી કરવા ગયેલ હતા અને તે મકાનમાં એક માણસ સુતેલ હોય જે જાગી જતા અને પાસે આવતા તેને સળીયા વડે માર મારી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ.

(૩) ખાંભા, ભગવતીપરામાં ચોરી કરવા ગયેલ તે જ રાત્રીના એક બીજા મકાનમાં ચોરી કરવા જતા ત્યાં પણ એક માણસ સુતેલ હોય જે જાગી જતા ત્યાંથી જતા રહેલ હોવાની હકિકણ જણાવેલ.

(૪) ખાંભા, ભગવતીપરામાં ચોરી કરવા ગયેલ તે જ રાત્રીના એક બીજા મકાનમાં ચોરી કરવા ગયેલ અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઈ ચીજવસ્તુ મળી આવેલ ન હોય જેથી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ.

(૫) આશરે સવા ત્રણેય મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રાત્રીના એક મકાનમાં ચોરી કરવા ગયેલ. ત્યાં ઘણા માણસો સુતા હોય તેના ખાટલા નીચેથી રોકડ રૂ.૨૦૦૦/- તથા એક ઘડીયાળની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.

(૬) આશરે સાડા ત્રણેય મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે રાત્રીના એક મકાનના તાળા તોડી ચોરી કરવા ગયેલ અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઇ ચીજવસ્તુ મળી આવેલ ન હોય જેથી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. મહેશભાઇ સરવૈયા, અજયભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts