ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ જેટલા સૈનિકોએ નેતન્યાહૂ સરકાર સામે બગાવત કરી છે. તેઓએ એક પત્ર લખી ઇઝરાયલ સરકારનાં પગલાંનો વિરોધ કર્યો છે. તે પત્ર ઉપર જે સૈનિકોએ હસ્તાક્ષર કર્યા છે તે બધા ઉપર કઠોર પગલાં લેવાનો નેતન્યાહૂ સરકારે ર્નિણય કર્યો છે. સંભવત: તેઓને નોકરીમાંથી દૂર પણ કરાય.
દુનિયાભરમાં સેનાઓમાં ઇન સબોર્ડીનેશન (ઉપરી અધિકારીનું ન માનવું) તે અતિગંભીર ગુનો ગણાય છે. તેની સજા એક જ હોઈ શકે જાે તે ન સમજે તો ઠાર મારવો. પરંતુ ૧૦૦૦ સૈનિકો તો ઠાર મારી શકાય નહીં. તે એસ્મેને કે ઓફીસર્સે કામ નહીં કરવાનું તો કહ્યું જ નથી. તેઓ કહે છે કે બોમ્બાર્ડમેન્ટની વાત પછી પહેલાં હજી પણ હમાસના કબ્જામાં રહેલા ૭૫ બંધકોને છોડાવો તે માટે યુદ્ધ વિરામ કરાવો પડે તો તે પણ કરો. આ સૈનિકોએ જે પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા છે તે પત્રમાં લખ્યું છે કે સરકાર પોતાના રાજકીય લાભો માટે જ લડે છે, તેનું ધ્યેય હમાસે બંધક કરેલાઓને છોડાવી તેમનાં ઘરે પાછા પહોંચાડવાનું નથી.
જાે કે એક અધિકારીએ કહ્યું હતું કે સેનામાં અંદરો અંદર મતભેદ ઊભા ન કરવા જાેઇએ. અત્યારે સમય તેવો છે કે સૌએ સાથે મળી લડવું જાેઇએ તેમ કરવાને બદલે સામા પ્રશ્નો ઉઠાવવાથી સૈનિકોનું મનોબળ તૂટે છે.
સૈનિકોનો આ પત્ર ગુરૂવારે મીડીયામાં પણ પ્રસિદ્ધ થયો હતો. તેમાં માગણી કરવામાં આવી હતી કે હમાસે બંધક રાખેલાઓને તુર્ત જ છોડાવવામાં આવે, ભલે તે માટે યુદ્ધ વિરામ કરવો પડે કે યુદ્ધ બંધ પણ કરવું પડે.
ઇઝરાયલે ગાઝા ઉપર હુમલા તેજ કરી દીધા છે. ગાઝા પટ્ટીના બે માર્ગો બંધ કરી દીધા છે. આ માર્ગો દ્વારા જ ગાઝામાં મદદ પહોંચાડવાની હતી. ગાઝા પટ્ટીનો ઉપરનો ભાગ ઇઝરાયલે કબ્જે કરી લીધો છે. દક્ષિણમાં રહેલા પેલેસ્ટાઇનીઓ ભયંકર મુશ્કેલી વેઠે છે. તેમને ખાદ્ય પદાર્થો, દવા, તબીબી સહાય કે પાણીની પણ મુશ્કેલી છે.
તે વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢી મૂકાશે કે જેમણે ગાઝા પર હુમલાનો વિરોધ કર્યો હતો: નેતન્યાહૂ

Recent Comments