સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ ની હજારો શિવભક્તો ભવ્ય ઉજવણી કરશે.

સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહા શિવરાત્રિ મહોત્સવ ની હજારો શિવભક્તો ની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે મહા શિવરાત્રી નિમિતે સાવરકુંડલા શહેરના મુખ્યમાર્ગો પર રથયાત્રા, પાર્થિવ શિવલિંગ મહાપૂજા, રક્તદાન શિબિર તથા પુસ્તક વિમોચન સમારોહ વગેરે કાર્યક્રમો યોજાશે.સાવરકુંડલા ખાતે આગામી તારીખ 25ને મંગળવાર મહાવદ બારસના રોજ મહાશિવરાત્રિ મહોત્સવનાં ઉપલક્ષમાં સાવરકુંડલા શહેરમાં શિવજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું યોજાશે મહાશિવરાત્રિ પર્વનાં પ્રસંગે આયોજિત ધર્મસભામાં શિવસ્તોત્રપાઠ, શિવલિંગ, પ્રતિમાની પૂજન વિધિ અને મહાઆરતી, પૂજય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું દિવ્ય પ્રવચન તથા તેઓશ્રી દ્વારા લિખિત નવું પુસ્તક પ્રેમભરી પ્રાર્થના નું ભવ્ય વિમોચન, મહાનુભાવોનાં વક્તવ્યો તેમજ ટીમ્બી ખાતે ચાલી રહેલ વિશાળ નિઃશુલ્ક હોસ્પિટલ ના દાતા ઓનાં સન્માનો થશે
તેમજ મહા શિવરાત્રિ નિમિતે સમૂહ ફલાહાર ભોજન પ્રસાદ કરવામાં આવશે, સવારે વિશાળ ધર્મસભા યોજાશે, સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીનાં લાભાર્થે મહા રક્તદાન શિબિર યોજાશે રક્તદાતાઓને આકર્ષક પુરસ્કાર અને પ્રમાણપત્રો થી સન્માનિત કરવામાં આવશે મહા શિવરાત્રી નિમિતે આખી રાત્રીના ચાર પ્રહરનું પાર્થિવ શિવલિંગ મહાપૂજન કરાવવામાં આવશે તેમજ બહેનો, માતાઓ માટે રાત્રિનાં ચારપ્રહરનાં પૂજનની તમામ પ્રકારની વ્યવસ્થા પટેલવાડી શિવાજીનગર સાવરકુંડલા મુકામે કરવામાં આવશે આ સમગ્ર મહોત્સવ અને પૂજનવિધિનું લાઈવ પ્રસારણ આશ્રમની યુટ્યૂબ ચેનલ ગુરુસાન્નિધ્યમાં લાઈવ પ્રસારિત કરવામાં આવશે આ સમગ્ર શિવરાત્રી મહોત્સવમાં સમૂહ ફલાહાર, ભોજન, મહાપ્રસાદ તેમજ પાર્થિવ શિવલિંગ પૂજન, ધર્મસભા, રક્તદાન કેમ્પમાં હજારો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી શિવરાત્રી મહોત્સવ નો દિવ્ય લાભ લેશે તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments