fbpx
ગુજરાત

રાજકોટ પોલીસકર્મી હત્યા કેસમાં સાક્ષીને મારી નાખવાની ધમકી, CCTVસામે આવ્યા

રાજકોટ શહેરમાં નામચીન શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીતોનો આતંક વધતા મામલો હવે રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકોટ આવવવાના હતા તે પહેલા આરોપીઓએ હત્યા કેસના નજરે જાેનાર સાક્ષી અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી હતી. જાેકે, આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. પેંડા ગેંગના સાગરીત રાજા જાડેજા સામે વર્ષ ૨૦૧૬માં પોલીસકર્મીની હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં બાળ આરોપીએ કાન નીચે છરીના ઘા માર્યા હતા અને તેના મિત્રોએ ઢોર માર મારી હત્યા કરી નાખી હતી. રાજકોટના કોઠારિયા ગામમાં ગોકુલ પાર્ક શેરીમાં રહેતાં રમેશભાઈ ગજેરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે દસ વાગ્યાની આસપાસ તેમના મિત્ર દિવ્યેશભાઈ, દેવ ટાંક સહિતના મિત્રો કામ અર્થે ગોંડલ ચોકડી ખાતે દિવ્યેશભાઈની કાર લઇ ગયેલ હતા.

જે ગાડીમાં પાંચેય ગોંડલ ચોકડીથી હુડકો બસ સ્ટેન્ડની સામે આવેલ ખોડિયાર ચાની હોટલે ચા પીવા ગયા હતા. ત્યારે કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી આગળ આવેલી કનૈયા ડેરીએ ૩ બાઈકસવારો ચિરાગ ઉર્ફે બકાલી, અજાણ્યો ઇસમ, રાજાે જાડેજા તેમજ બીજા બાઈક પર ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો અને ત્રીજા બાઇકમાં પીયૂષ સોલંકી, મનિયો મિસ્ત્રી અને છોટુ બેઠા હતા. બાઈકસવારોએ કારચાલકને કહ્યું કે, ગાડી ઊભી રાખ, રમેશને ઉતારી તું નીકળ તેની સાથે માથાકૂટ કરવી છે તેમ કહ્યું, ત્યાં સુધી દિવ્યેશે કાર આગળ વધારી તો રાજા જાડેજાએ તરત જ કારનો કાચ તોડી ચાવી કાઢી લીધી અને દરવાજાે ખોલવાની કોશિષ કરી પરંતુ લોક હોવાથી પથ્થરથી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો.

કારસવારોને મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આઠેક વર્ષ પહેલાં રાજા જાડેજાએ પોલીસ કર્મી ભરત ગઢવીની હત્યા કરી હતી જેમાં તાજનો સાક્ષી જીગરે રાજા વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. જેથી જીગરને અવારનવાર ધમકીઓ મળતી હતી. તેને કહ્યું હતું કે, મેં તથા મારા ભાઈએ સમાધાનની તેઓને ના પાડી હતી જેથી અંગત અદાવતને કારણે રાજા જાડેજા અને તેની ગેંગે હુમલો કર્યો હતો. દરમિયાન ભક્તિનગર પોલીસે આરોપી રાજા જાડેજા, દિનેશ કાંચો, પીયૂષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી અને એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ મ્દ્ગજી એક્ટ ૧૧૮(૨),૧૧૮(૧), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts