ભાવનગર

કવિ રમેશ ચૌહાણના ત્રણ પુસ્તકનું  વિમોચન થયું

શબ્દશ્રી આયોજિત જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણ લિખિત ત્રણ પુસ્તકો ‘ઝાંઝવાનું સરોવર’, ‘મનનાં મોરપિચ્છ’ અને ‘જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ’નું વિમોચન પોલીસ કમિશનર  જી. સી. મલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે ચીફ કમિશ્નર ઓફ CGST  સુનીલ કુમાર મલ્લ, નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ, ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.  

સુખ્યાત સાહિત્યકાર ભાગ્યેશ જહા, કૃષ્ણકાંત ઉનડકટ, કાજલ ઓઝા-વૈદ્ય, કેશુભાઇ દેસાઈ અને રક્ષા શુક્લએ વક્તવ્ય આપ્યા હતા. સંચાલન જાણીતા કવિ  હરદ્વાર ગોસ્વામીએ સુપેરે સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.  

Related Posts