વી.ડી. કાણકીયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે તારીખ ૨૧ ઓગષ્ટ ૨૦૨૫ ગુરૂવારે કોલેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયેલ. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ‘મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ‘ અને સાવરકુંડલા ને વર્ષો સુધી મેડિકલ ક્ષેત્રે સેવા આપનાર તેમજ અનેકવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પોતાની સેવા આપનાર એવા ડૉ. જે. બી. વડેરા ના ધર્મપત્ની સ્વ. ઉમાબેન ના સ્મરણાર્થે તથા ડો. જે. બી. વડેરા ની રક્તતુલા ના હેતુથી ‘મહારક્તદાન કેમ્પ‘ નું આયોજન થયું હતું.
આ કાર્યક્રમ ના ઉદઘાટન સમારોહ કાણકીયા કોલેજના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ડે. કલેકટર જીલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ચંદ્રેશભાઇ રવાણી (કોંગ્રેસ અગ્રણી), અષ્ટકાંતભાઈ સૂચક, મુકુંદભાઇ નાગ્રેચા, જયંતિભાઈ વાટલીયા, વિનુભાઈ રાવલ, ડૉ. જે. બી. વડેરા ના પુત્ર ડો. વિરલભાઈ, સુપુત્રી ડિમ્પલબેન, મોટા ભાઈ મનુભાઈ તેમજ અન્ય પરિવારજનો તેમજ ડૉ. દિપકભાઈ શેઠ સહિત અન્ય ડોક્ટરો તેમજ સામાજિક-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવેલ. તેના માટેની નાણાકીય સહાય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન (મૂળ સા.કુંડલા હાલ મુંબઈ) તરફથી આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ. એસ.સી. રવિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનો નુ પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. કાણકિયા કોલેજ ના આશરે ૩૦૦ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા ઘેલાણી કોલેજની આશરે ૧૦૦ જેટલી બહેનોએ મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનો લાભ લીધેલ. મહારક્તદાન કેમ્પ માં વિદ્યાર્થીઓ તથા સાવરકુંડલાના સેવાભાવી નાગરિકો રક્તદાન કર્યું હતું. ૧૭૦ થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ. કાર્યક્રમના અંત માં ડૉ.જે.બી.વડેરા ની રક્તતુલા કરવામાં આવી હતી. રેડક્રોસના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાણકિયા કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.સી.રવિયા, કોલેજ ના સમગ્ર સ્ટાફ એન.સી.સી. કેડેટસ, એન.એસ.એસ., યુથ રેડક્રોસ ના સ્વયંસેવકો વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી. લેફ્ટનન્ટ ડૉ.એલ.એલ.ચૌહાણ, ડૉ. અર્જુનસિંહ પરમાર, પ્રો.ઓ.ડૉ.આશિષ ભાઈ ચૌહાણ, ડૉ. હરેશ દેસરાણી, ડૉ.હાર્દિક ઉદેશી, ડૉ. કલ્પેશ રાડિયા, ડૉ. ભટ્ટ સર, વાઇસ પ્રિન્સિપાલ રીન્કુ બેન, પ્રો.પાર્થભાઈ ગેડીયા, પ્રો. ભૂમિકાબેન,સ્વાતિબેન, સોનલબેન,કુલદીપભાઈ તથા અન્ય સ્ટાફ ગણ નો સહયોગ મળ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પ બાદ લક્કી ડ્રો કરવામાં આવેલ જેમાં ૧ સોનાની લગડી તથા ૫ ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલાની કાણકીયા કોલેજ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.

Recent Comments