અમરેલી

સાવરકુંડલામાં એક સાથે માત્ર પાંચ દસ મિનિટના અંતરે ત્રણ બકરીએ બચ્ચાને જન્મ આપ્યો

.બકરીઓ જેવા પાલતું પ્રાણીઓના જન્મ સમયે નહીં કોઈ નર્સિંગ હોમ કે કોઈ ડોક્ટર સીધા પ્રકૃતિના ખોળે જન્મદિવસ 

પ્રકૃતિનું જગત એક અનોખું જગત હોય છે.. પ્રાકૃતિક રીતે જન્મ મરણની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે જેને સર્જન વિસર્જન પણ કહી શકાય. આજરોજ સાવરકુંડલા શહેરમા આવેલ શિવશક્તિ સોસાયટીમાં આવેલ બુધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે એક બકરા ચરાવવા આવેલ દાદાના એક સાથે ત્રણ બકરીએ આ મંદિરના પ્રાંગણમાં જ ભગવાન  શિવજીના આશીર્વાદ સાથે માત્ર પંદર મિનિટના અંતરે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હા અને એ જન્મ સાથે બકરીના બચ્ચાની એ પળો બકરી અને બકરીના માલિક માટે યાદગાર બની રહી.. આ સમયે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ પ્રસંગને કેમેરામાં કેદ કરી લીધો. આ પ્રસંગે એ બકરીના માલિક એવા એ વડીલની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે.. બકરીને ચરાવવા માટે દૂર જતી વખતે પણ ઘણી વખત આવી સુવાવડ અર્થાત્ ડિલીવરીના પ્રસંગો બનતા હોય છે.. ત્યારે થોડી મુશ્કેલી થાય છે પરંતુ ભગવાન જેવો ધણી બધું સાચવી લે છે અને બકરી અને તેના બચ્ચાને સલામત જન્મ આપે  છે. ઘણીવખણ દૂર ચરિયાણ માટે જતાં હોય ત્યારે આવા નાના બચ્ચાને સલામત રાખવા ઘણી સતર્કતા રાખવી પડે છે.. આ સમયે કૂતરા જેવાં પ્રાણીઓથી સાવધાની એ જ ઉકેલ છે. બચ્ચા સલામત ઘરે પહોંચે ત્યારે શાંતિ થાય છે.

Related Posts