fbpx
અમરેલી

ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.૫,૩૫,૮૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, રાજકોટ શહેરના કુલ – ૧૧ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

→ ગુન્હાની વિગતઃ-

ગઇ તા.૧૫/૧૨/૨૦૨૪ નાં ક.૧૫/૩૦ થી ક.૧૬/૩૦ વાગ્યા દરમિયાન લાઠી તાલુકાના દેરડી (જાનબાઈ) ગામે રહેતા પરશોતમભાઈ ભુપતભાઈ જીંજરીયાના બાપુજીના મકાનમાં કોઈ અજાણ્યા ઇસમો વંડી ટપી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, બન્ને રૂમના તાળા તોડી રૂમમાં રાખેલ તીજોરીના લોક તોડી, સોનાની બુટ્ટી એક જોડી કિ.રૂ.૧૭,૦૦૦/- તથા રોકડા રૂ.૪૦,૦૦૦/- ની ચોરી કરી તેમજ સાહેદ ધીરૂભાઈ બીજલભાઇ બારૈયાના રહેણાંક મકાનની વંડી ટપી રૂમનું તાળુ તોડી રૂમમાંથી એક જોડી સોનાના કાપ કિ.રૂ.૩૫,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦,૦૦૦/- તેમજ સાહેદ લક્ષ્મીબેન રાવજીભાઇ પરમારના રહેણાંક મકાનની વંડી ટપી રૂમનું તાળુ તોડી રૂમમાંથી રોકડા રૂ. ૫૨,૦૦૦/- મળી સોનાના દાગીના કુલ કિ.રૂ. ૫૨,૦૦૦/- તથા રોકડા રૂ.૧,૨૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે પરશોત્તમભાઈ ભુપતભાઈ જીંજરીયાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૪૦૩૦૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. અનડીટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ મોટર સાયકલ લઇ લાઠી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આંટાફેરા મારતા હોય, જે મળેલ બાતમી હકિકત અંગે એલ.સી.બી. ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્રારા વોચમાં રહી ત્રણ ઇસમોને મોટર સાયકલ તથા સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

➡પકડાયેલ આરોપીની વિગત:-

(૧) અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ ઝાપડીયા, ઉ.વ.૨૧, રહે.તુરખા, ચામુંડા માતાજીના મંદીર પાસે, તા.ગઢડા, જિ.બોટાદ હાલ રહે. સુરત, શ્રીરામ ચોકડી, બંબા ગેઇટ પાસે, હાઉસીંગ સોસાયટી, તા.જિ.સુરત.

(૨) ગોપાલભાઈ શિવાભાઈ પરમાર, ઉ.વ.૫૦, રહે.પાલીતાણા, ગરાજીયા રોડ, ભીલવાસ, તા.પાલીતાણા, જિ.ભાવનગર હાલ રહે. સુરત, બંબા ગેઇટ, લક્ષ્મણનગર ઝુપડપટ્ટી, તા.જિ.સુરત.

(૩) શ્યામ ઉર્ફે બાડો ઉર્ફે શંભુ આતુભાઈ પટેલીયા, ઉ.વ.૩૦, રહે.ગરાજીયા, રૂખડ ભગતની વાવ પાસે, તા.પાલીતાણા, જિ.ભાવનગર.

પકડવાના બાકી આરોપીની વિગત:-

(૧) ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા, રહે. નવાણીયા, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડા રૂ.૧,૪૨,૦૦૦/-

(૨) એક ચાંદીનું કાંડુ વજન ૧૯૭.૦૯૦ ગ્રામ કિ.રૂ.૧૭,૫૩૩/-

(૩) સોનાના કાંપ જોડી – ૧ વજન ૧૫.૩૭૦ ગ્રામ કિ.રૂ.૧,૦૨,૫૧૦/-

(૪) સોનાના ડાયમંડ કાંપ ૧ વજન ૪.૬૫૦ ગ્રામ કિ.રૂ.૩૧,૧૫૫/-

(૫) સોનાના પોલા વેઢલા જોડી – ૧ વજન ૭.૨૦૦ ગ્રામ કિ.રૂ.૪૮,૧૭૩/-

(૬) સોનાની હાથની કરડી નંગ- ૩ વજન ૫.૪૩૦ ગ્રામ કિ.રૂ.૩૬,૩૮૧/-

(૭) સોનાનો ડાયમંડ વાળો દાણો નંગ – ૧ વજન ૦.૨૪૦ ગ્રામ કિ.રૂ.૧,૪૭૦/-

(૮) સોનાની સરવાળી બુટ્ટી જોડી – ૧ વજન ૪.૦૭૦ ગ્રામ કિ.રૂ.૨૭,૧૩૫/-

(૯) ચાંદીના છઠ્ઠા જોડી – ૧ વજન ૧૨૧.૨૬૦ ગ્રામ કિ.રૂ.૧૦,૭૭૦/-

(૧૦) ચાંદીના ફેન્સી ત્રણ પટ્ટા વાળા છડ્ડા જોડી – ૧ વજન ૧૬૦.૫૬૦ ગ્રામ કિ.રૂ.૧૪,૨૪૦/-

(૧૧) ચાંદીના ત્રણ સાંધાના છડ્ડા જોડી – ૧ વજન ૬૨.૭૦ ગ્રામ કિ.રૂ.૫,૫૧૮/-

(૧૨) ચાંદીનો ડાયમંડ વાળો જુડ્ડો -૧ વજન ૪૨.૯૫૦ ગ્રામ કિ.રૂ.૩,૮૨૭/-

(૧૩) ચાંદીની વીટી નંગ – ૫ વજન ૧૬.૮૦ ગ્રામ કિ.રૂ. ૧,૪૯૫/-

(૧૪) ચાંદીનું લાલ પારા વાળુ મંગળસુત્ર – ૧ વજન ૨૪.૧૪૦ ગ્રામ કિ.રૂ.૨,૧૩૫/-

(૧૫) સોનાની કાનની કડી (નખલી) – ૧ વજન ૩૧૦ મી.ગ્રામ કિ.રૂ.૨,૦૭૦/-

(૧૬) ચાંદીના ધુધરા વાળા સાદા છડ્ડા જોડી – ૧ વજન ૮૩ ગ્રામ કિ.રૂ.૭,૩૮૭/-

(૧૭) ચાંદીનો સર વાળો કમર જુડ્ડો – ૧ વજન ૯૫.૫૨૦ ગ્રામ કિ.રૂ.૮,૪૫૫/-

(૧૮) ચાંદીની કલર વાળી ગાય – ૧ વજન ૯.૭૦૦ મી.ગ્રામ કિ.રૂ.૮૬૫/-

(૧૯) ચાંદીનો તુલસી કયારો – ૧ વજન ૦૭.૮૩૦ મી.ગ્રામ કિ.રૂ.૬૯૫/-

(૨૦) ચાંદીની નવી લક્કી ૧ વજન ૧૮.૯૫૦ ગ્રામ કિ.રૂ.૧,૬૦૦/-

(૨૧) ચાંદીનો લક્ષ્મીજીનો સીક્કો ૧ વજન ૯.૭૭૦ ગ્રામ કિ.રૂ.૮૬૫/-

(૨૨) ચાંદીની ડાયમંડ વાળી વીટી – ૧ વજન ૪૭૧૦ ગ્રામ કિ.રૂ.૪૨૦/-

(૨૩) સોનાની સરવાળી કડી (નખલી) જોડી – ૧ વજન ૧૩૨૦ ગ્રામ કિ.રૂ. ૮,૮૪૫/-

(૨૪) સોનાની સરવાળી બુટ્ટી જોડી – ૧ વજન ૩.૯૨૦ ગ્રામ કિ.રૂ.૨૬,૨૬૫/-

(૨૫) ચાંદીની ગાય – ૧ વજન ૯.૮૯૦ ગ્રામ કિ.રૂ.૮૭૦/-

(૨૬) ચાંદીનો તુલસી કયારો – ૧ વજન ૬.૬૫૦ ગ્રામ કિ.રૂ.૫૯૦/-

(૨૭) ચાંદીની લક્કી – ૧ વજન ૧૧.૮૪૦ ગ્રામ કિ.રૂ.૧,૦૬૦/-

(૨૮) ચાંદીના બોરીયા જોડી – ૧ વજન ૧૬.૩૦૦ ગ્રામ કિ.રૂ.૧,૪૫૦/-

(૨૮) ચાંદીના જુના છડા જોડી ૧ વજન ૩૫.૧૦૦ ગ્રામ કિ.રૂ.૩,૧૫૫/-

(૨૯) ચાંદીના જુના બોરીયા જોડી – ૧ વજન ૧૯.૬૦૦ ગ્રામ કિ.રૂ.૧,૭૪૫/–

(૩૦) ચાંદીની કાળા પારા વાળી માળા – ૧ વજન ૧૩.૯૦૦ ગ્રામ કિ.રૂ.૮૦૦/-

(૩૧) ચાંદીના વેઢલા નંગ – ૨ વજન ૧૧.૩૦૦ ગ્રામ કિ.રૂ.૧,૦૦૫/-

(૩૨) ચાંદીના જુનો જુડો – ૧ વજન ૫૧.૭૨૦ ગ્રામ કિ.રૂ.૪,૬૦૦/-

(૩૩) ચાદીના પાટલા નંગ – ૧ વજન ૨૭.૧૦૦ ગ્રામ કિ.રૂ.૨,૪૦૦/-

(૩૪) ચાંદીનો કંદારો નંગ – ૧ વજન ૧૫.૮૮૦ ગ્રામ કિ.રૂ.૧,૪૦૦/-

(૩૫) એક બજાજ કંપનીનું કેલીબર મોડલનું મોટર સાયકલ રજી. નં. જી.જે.૦૫.ડી.સી.૨૩૪૩

કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૩૫,૮૮૪/- નો મુદ્દામાલ.→ પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગત:-

પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ છે.

(૧) ગઈ તા.૧૫/૧૨/૨૦૨૪ ના પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શીવાભાઈ પરમાર બન્ને મોટર સાયકલ લઈને ચોટીલા મુકામે ગયેલ અને ચોટીલાથી રાજકોટ જિલ્લાના સરધાર ગામે આવી, બપોરના દોઢેક વાગ્યાના સમયે એક મકાનનું તાળુ તોડી અંદર ગયેલ અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા આજીકેમ પો.સ્ટે. (રાજકોટ શહેર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૨૪૧૧૩૦ /૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ).૩૩૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૨) સરધાર ગામે ચોરી કરેલ તે જ દિવસે પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શીવાભાઈ પરમાર બન્ને સરધારથી લાઠી તાલુકાના દેરડી (જાનબાઇ) ગામે આવેલ અને અલગ અલગ ત્રણ મકાનમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ જે અંગે ખરાઇ કરતા લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦-૩૪૨૪૦૩૦૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ),૩૩૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૩) આજથી આશરે વીસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શીવાભાઈ પરમાર બન્ને મોટર સાયકલ લઇને ભાવનગર જિલ્લાના બગદાણા ગામે ગયેલ અને બગદાણાની આગળ ગુંદરણા ગામે બારોબાર એક બંધ મકાનમાં હોય તેમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરેલ જે અંગે ખરાઈ કરતા બગદાણા પો.સ્ટે. (જિ.ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૪૦૩૫૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૧), ૩૩૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૪) આજથી આશરે એકાદ મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શીવાભાઈ પરમાર બન્ને બગદાણા ગામ બાજુ સવારના ગયેલ અને બગદાણા ગામની બાજુમાં આવેલ કરમદીયા ગામે એક લાકડાના ડેલા વાળા મકાનનું તાળુ તોડી અંદર પ્રવેક કરી રોકડ રકમની ચોરી કરેલ.

(૫) કરમદીયા ગામે ચોરી કરેલ તે જ દિવસે પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ગોપાલભાઈ શીવાભાઈ પરમાર બન્ને બગદાણા ગામે ગયેલ અને બગદાણા ગામે જુની પોલીસ લાઈનની બાજુમાં એક બંધ મકાનના પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ જે અંગે ખરાઈ કરતા બગદાણા પો.સ્ટે. (જિ.ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૪૦૩૩૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ). ૩૩૧(૮) મુજબનો ગુનો રજી. થયેલ છે.

(9) આજથી આશરે બે મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા શ્યામ ઉર્ફે બોડો ઉર્ફે શંભુ આતુભાઈ પરમાર બન્ને મોટર સાયકલ લઇને ભાવનગર જિલ્લાના જેસર ગામ બાજુ ગયેલ, જેસર ગામે દેબલા રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી રોકડ રકમ તથા ચાંદીની વસ્તુઓની ચોરી કરેલ જે અંગે ખરાઈ કરતા જેસર પો.સ્ટે. (જિ.ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦-૨૫૨૪૦૩૯૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૭) આજથી સવા વર્ષ પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા બન્ને મોટર સાયકલ લઈને બાબરા તાલુકાના લાલકા ગામે ગયેલ અને ગામમાં બારોબાર એક સ્લેપ વાળા બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૪૨૩/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૮) આજથી સવા વર્ષ પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના ચચપર ગામે ગયેલ અને ગામમાં રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ,

(૯) બાબરા તાલુકાના રાયપર ગામે ચોરી કરેલ તે જ દિવસે અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા બન્ને મોટર સાયકલ લઈને બાબરા તાલુકાના સુકવડા ગામે ગયેલ અને ગામમાં રોડ ઉપર એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ,

(૧૦) આજથી આશરે ૧૧ મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના જીવાપર ગામે ગયેલ અને ગામના છેવાડે એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૪૦૦૩૫/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

(૧૧) આજથી આશરે ૧૦ મહિના પહેલા પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ તથા સહ આરોપી ભરત ઉર્ફે પથડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના કરીયાણા ગામે ગયેલ અને બપોરના દોઢેક વાગ્યાના અરસામાં એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૪૦૦૫૫/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

Follow Me:

Related Posts