દામનગર શહેર માં થી પસાર થતી મહુવા – બાંદ્રા ટ્રેન માં મુસાફર માટે દામનગર શહેર માં માત્ર સ્ટોપ આપવો હવે તો કેન્દ્ર સરકાર માં અમરેલી જિલ્લા ના ત્રણ ત્રણ સાંસદ દિલ્હી દરબાર માં બિરાજે છે દામનગર ના મુસાફરો ને ધોળા ઉતરવું પડે એ કેવું વિચિત્ર ટ્રેન તો દામનગર આવવાની હોય પણ સ્ટોપ નથી મુંબઇ થી વારે તહેવારે સતત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના આશ્રિત મોટા ભાગ ના મુંબઈ થી આવે છે તેમજ દામનગર શહેરી સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં મુંબઈ થી જતા આવતા મુસાફરો ને ધોળા વહેલી સવાર માં ઉતરી જવું પડે છે સવાર પડે પછી ખાનગી વાહન કરી દામનગર કે ભુરખિયા આવવું પડે મહુવા – બાંદ્રા ટ્રેન દામનગર થી જ પસાર થાય છે
જરૂર છે માત્ર સ્ટોપ ની હવે તો અમરેલી જિલ્લા માંથી દિલ્હી દરબાર માં ત્રણ ત્રણ સાંસદ આ વિસ્તાર માટે ચૂંટાયા છે અમરેલી લોકસભા ભરતભાઇ સુતરિયા અને રાજ્યસભા માં ગોવિદભાઈ ધોળકિયા એમ બે અને અમરેલી ના ઇશ્વરીયા ના પૂર્વ કેન્દ્રીય મંત્રી હાલ રાજકોટ ના લોકસભા સાંસદ પણ અમરેલી જિલ્લા માંથી જ છે જે જિલ્લા માંથી ત્રણ ત્રણ સાંસદ દિલ્હી માં બેઠા હોય તો વતન માટે મહુવા – બાંદ્રા ટ્રેન ને સ્ટોપ ન આપવી શકે ? દામનગર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારો અને શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા શ્રધ્ધાળુ ઓએ ધોળા ઉતરી સવાર પડે તેની રાહ જોવી પડે અને ખાનગી વાહન માં દામનગર આવવું પડે આ સમસ્યા અંગે મામુલી પ્રશ્ન ત્રણ ત્રણ સાંસદો હોવા છતાં કેમ નથી ઉકેલાતો ? શુ મહુવા – બાંદ્રા ટ્રેન નો સ્ટોપ કોઈ નીતિ વિષયક બાબત છે ? સ્ટોપ માટે કોઈ બજેટ જોગવાઈ કરવાની હોય ? સૌથી વધુ ટીકીટ આ વિસ્તાર ની હોવા છતાં મહુવા- બાંદ્રા ટ્રેન ને સ્ટોપ કેમ નથી આપતો ? આ અંગે ત્રણ સાંસદો એ વતન માટે મહુવા-બાંદ્રા ટ્રેન ના સ્ટોપ માટે રજુઆત કરવી જોઈ એ
Recent Comments