સાબરકાંઠાના બે રાજ્યમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાં
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આજે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ ગંભીર અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક અકસ્માતમાં જૂનાગઢમાં યુવતીનું મોત થયું હતું. રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આજે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ ગંભીર અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક અકસ્માતમાં જૂનાગઢમાં યુવતીનું મોત થયું હતું. સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર ભીષણ અકસ્માત સર્જાયો હતો. વડાલી રેલ્વે ફાટક પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.
જેમાં પોલીસ નેમ પ્લેટવાળી કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા હતા. અને ૧ વ્યક્તિ ઘાયલ થયો હતો. વડાલી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકો મૂળ બનાસકાંઠાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે મોડી રાત્રે બનેલા અકસ્માત બાદ હાઇવે ઓથોરિટી પર સવાલો ઉભા થયા છે. આ ગંભીર અકસ્માતમાં ૨ લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
તે સમયે, પ્રાથમિક માહિતી મળી હતી કે કારમાં સવાર ત્રણ લોકોમાંથી એક પણ પોલીસમાં નથી. જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ ન હોવા છતાં ખાનગી કાર પર કોની પોલીસ નેમ પ્લેટ છે તેવો પ્રશ્ન ઉભો થયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં એક અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું હતું. ચોકી ગામના બસ સ્ટોપ પાસે ઘટના બની હતી. ખાનગી બસે બે બહેનોને અડફેટે લીધી હતી. બંને બહેનો બસની રાહ જાેઈને ઊભી હતી. અકસ્માતમાં એકનું મોત થયું છે અને એક ઇજાગ્રસ્ત થઈ છે. બેફામ બસ ચલાવનારા સામે કાર્યવાહી કરવા માંગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી ૨૩ વર્ષીય તૃપ્તિબેન વઘેરા નામની યુવતીનું મોત થયું છે. જ્યારે ૨૮ વર્ષીય ભૂમિકાબેન વઘેરા નામની યુવતી ઇજા પામી છે. આ રીતે અત્યંત જાેખમી રીતે બસ ચલાવનારા બસ ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ છે. અવારનવાર ચોકી ગામ નજીક આ પ્રકારની ઘટના બને છે.
Recent Comments