ગુજરાત

આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા ઠગ ચીકેશ શાહની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી

રાજ્યની આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડી કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા છે.
અમદાવાદ ખાતે આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા ઠગ ચીકેશ શાહની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઠગે ન્ૈંઝ્રમાં કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કેસની વાત કરીએ તો ન્ૈંઝ્ર કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કાયમી થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કેસનું કોઈ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓમાં અસંતોષ હતો. આ દરમિયાન મંદિરમાં એક કર્મચારીને ઠગ ચીકેશ શાહ મળ્યો હતો અને તેણે મુખ્યમંત્રી તેમજ દિલ્હીમાં અધિકારી સાથે સંપર્ક હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપી ઠગ ચીકેશ ન્ૈંઝ્રમાં કાયમી નોકરી આપવાનું કહીને રૂપિયા ૫ હજારથી ૧૦ હજાર વ્યક્તિ દીઠ પડાવ્યા હતા. આ પ્રકારે ગુજરાતના ૪૦૦થી વધુ કોન્ટ્રાકટ પર રહેલા કર્મચારીઓ પાસેથી રૂપિયા એક કરોડ જેટલી રોકડ મેળવીને છેતરપિંડી આચરી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં અલગ અલગ બે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં ચીકેશ શાહ પાલડીનો રહેવાસી છે અને એક મોટો ઠગ હોવાનું સામે આવ્યું છે. ૫૬ વર્ષીય ઠગ ચીકેશ શાહ પર કોઈ શંકા ન કરે માટે લોકોને મિટિંગના બહાને બોલાવી પોતાને સારી ઓળખાણ અને વગ ધરાવતો હોવાનું કહેતો. આ દરમિયાન આરોપીએ નોટરાઈઝ ડેકલેરેશન કરી આપ્યું હતું અને ચેક આપીને ૩૧ જાન્યુઆરી સુધીમાં રૂપિયા પરત કરી આપવાની પણ ખાતરી આપી હતી. એટલું જ નહીં ભોગ બનનાર લોકોને તેણે દિલ્હી પણ બોલાવ્યા હતા અને પોતે દિલ્હી નહીં જઈને અલગ અલગ બહાના બતાવ્યા હતા. આમ કરીને છેલ્લા એક વર્ષથી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હતો. પોલીસ તપાસમાં ઠગ ચીકેશ વિરુદ્ધ અગાઉ કાગડાપીઠમાં કાપડના નામે ૫.૫ લાખનું ચિટિંગ કર્યું છે. એવી જ રીતે વર્ષ ૨૦૨૪માં ૧.૮૮ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે, જેમાં જમીનમાં રોકાણ કે ગાડીના ધંધામાં એકથી બે ટકા નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી. ઠગ ચીકેશની માનસિકતા કોઈ પણ લોકોને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવાની ટેવ ધરાવે છે. હાલ ઈર્ંઉએ ઠગ ચીકેશના ૭ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તે વધુ ઝીણવટપુરક તપાસ કરવામાં આવી રહી છે.

Related Posts