જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી ને ટ્રાફિક સમસ્યા દૂર કરવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે રજુઆત કરી

અમરેલી જિલ્લા પોલીસ વડાશ્રી માણેકપરા લાઇફ કોર્નર તેમજ HDFC બેંક થી સ્વામિનારાયણ મંદિર તરફ ભયંકર ટ્રાફિક સમસ્યા હલ કરવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે રજુઆત કરી આડેધડ પાર્કિંગ, રોડ ઉપર ખોટા દબાણ તેમજ રોડ ઉપર નિયમ વિરૂધ્ધ ચણતર કરી દબાણ કરેલ છે તેના કારણે પીક-અવર્સ દરમ્યાન શહેરીજનોને ભયંકર સહન કરવું પડે છે છાશવારે આ બાબતે નાની-મોટી માથાકુટ પણ થાય છે. ટ્રાફિક પોલીસ હપ્તાખોરીમાં પડી છે ટ્રાફિક સમસ્યાનું કોઇ નિવારણ થતુ નથી ખુબજ ખેદ જનક છે. દિન-પ્રતિદિન દુષણ વધતું જાય છે પરંતુ અમરેલીમાં કોઈ પોલીસતંત્ર જેવું હોય તેવું લોકમુખે ચર્ચાતું નથી. દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધતી જાય છે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સંપુર્ણ ભાંગીને ભુકો થઈ છે. પોલીસ રાજકીય ઇશારે કામ કરતી હોય તેવું અરીસામાં ચિત્ર દેખાઇ રહ્યું છે છતાપણ જિલ્લા વડા તરીકે આપની કેમ આઁખ ઉઘડતી નથી તે પ્રશ્ન ઉભો થયો છે. પત્રની નકલ સ્થાનિક નગરપાલિકાને પણ મોકલી રહ્યો છું. ફેબ્રુઆરીનાં અંત સુધીમાં આ સમસ્યા હલ કરવા પોલીસતંત્ર અને સ્થાનિક નગરપાલિકા કોઈ પગલા નહી ભરે તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજકમલ ચોકમાં સ્થાનિક લોકો જે જોડાવવા માંગતા હોય તેને સાથે રાખી સમસ્યાનું નિવારણ ન આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ઉપર બેસવા વિચારણા કરી રહ્યો છું તે બાબત પત્રથી જણાવી રહ્યો છું.
બંધારણીય રીતે લોકોના અધિકાર ઉપર તરાપ ચાલી રહી છે એક જાહેર જીવનનાં આગેવાન તરીકે દુ:ખ અનુભવું છું. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, ખાદી ભવન, ખેતી બેંક તેમજ દિલીપભાઇ સંઘાણી ટાઉન હોલ પર પીક-અવર્સ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. જિલ્લા સંઘ તેમજ ભીડભજન મહાદેવ મંદિર લીલીયા રોડ ઉપર આવી ભયંકર સમસ્યા છે સમસ્યા ઘટવાને બદલે વધતી જાય છે. તે તમામ બાબતોનું જિલ્લા પોલીસ વડા તરીકે આપનું ધ્યાન દોરી રહ્યો છુ તાકીદે આ બાબતે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે તુર્તજ કડક કાર્યવાહી કરવા રજુઆત છે. કાયદાકીય રીતે શું કરવું એ આપનો વિષય છે પરંતુ સીનીયર સીટીઝન અને મહિલાઓ રોજીંદી ઘરવખરી ખરીદી જવા-આવવા માટે પણ ખુબજ મુશ્કેલી સહન કરવી પડે છે. આ સમસ્યામાંથી અમરેલી શહેરીજનોને તાકીદે મુકત કરવા જરૂરી કાર્યવાહી કરવા આ પત્રથી રજુઆત કરી રહ્યો જિલ્લા સમાહર્તા શ્રી અમરેલી ચીફ ઓફીસરશ્રી નગરપાલિકા અમરેલી તાબા નીચેની પણ આ મહત્વની બાબત હોય તુર્તજ જરૂરી પોલીસ વિભાગ સાથે રહી કાર્યવાહી કરશો તેવી રજુઆત છે.ઠુંમરે કરેલ છે
Recent Comments