સોશિયલ મીડિયામાં સતત પ્રચલિત રહેતી ક્રિતી પટેલ સામે અગાઉ અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. ત્યારે શહેરના ખાટોદરા ખાતે રહેતા વેપારી દ્વારા વધુ એક ફરિયાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદન પત્રના સ્વરૂપમાં આપી રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરમાં ધાકધમકી આપી રૂપિયા પડાવી લેવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક આવી ફરિયાદ સુરતના ખાટોદરા ખાતે રહેતા વેપારી ચીનાંશુ કિરીટભાઈ ગોઠી દ્વારા સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદન આપવામાં આવી છે. જેમા જણાવ્યું હતું કે, કીર્તિ પટેલ નામની મહિલા સાથે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા થઇ અને તે પછી કિર્તી પટેલનને પૈસાની જરૂર પડતા ફરિયાદીને વાત કરી હતી. જ્યાં ફરિયાદીએ તેના મિત્ર પાસે સોનાના દાગીના મુકાવી કીર્તિએ રોકડ આપી હોવાની વાત ફરિયાદી દ્વારા જણાવામાં આવી છે.
ત્યારે સોનાના દાગીના આપી લીધેલા પેસા પરત કર્યા વગર પોતાના દાગીનાની માંગણી કરી ફરિયાદીને ધાકધમકીઓ આપી હોવાના આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી. ખાટોદરાના વેપારી દ્વારા કીર્તિ પટેલ સામે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. કીર્તિ પટેલ વેપારીને ધાકધમકી આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કીર્તિ વેપારીને ગંદી ગંદી ગાળો બોલી અપમાનિત કરવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જાેકે બંને સામસામે ફરિયાદ કરતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યારે ંૈાર્ંા સ્ટાર કીર્તિ પટેલ અનેક વખત આ પ્રકારના વિવાદોમાં આગળ પણ આવી ચૂકી છે અને સામે જે વ્યક્તિ છે તે પણ શહેરમાં સત્તાનું મોટું રેકોર્ડ ચલાવતા હોવાની વિગતો પોલીસ પાસે આવી છે. ત્યારે જાેવાનુ એ રહ્યું કે, આ મામલે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને કોણ કોની ફરિયાદ લે છે.
Recent Comments