fbpx
રાષ્ટ્રીય

TMCના ઉમેદવાર પાસે મળ્યો વિસ્ફોટકોનો મોટો જથ્થો

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) એ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો રાખવાના આરોપમાં પંચાયત ચૂંટણીમાં તૃણમૂલના (્‌સ્ઝ્ર) ઉમેદવારની ધરપકડ કરી છે. આ ઘટના સોમવારે બીરભૂમના નલહાટીમાં બની હતી. સોમવારે તૃણમૂલ ઉમેદવારને નલહાટી પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ્‌સ્ઝ્ર ઉમેદવારનું નામ મનોજ ઘોષ છે. મનોજ ઘોષ બીરભૂમના નલહાટી-૧ બ્લોકની બનિયાર પંચાયતના બહાદુરપુર ગામનો રહેવાસી છે. આ વખતે તે પંચાયત ચૂંટણીમાં તૃણમૂલનો ઉમેદવાર છે. દ્ગૈંછએની ટીમે તેને સોમવારે નલહાટી પોલીસ સ્ટેશન બોલાવ્યો.

તેની અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દ્ગૈંછના સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદનમાં વિરોધાભાસને કારણે મનોજની ધરપકડ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિસ્ફોટકોની રિકવરી સંદર્ભે તપાસ એજન્સી તેની વધુ પૂછપરછ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દ્ગૈંછએ ૨૮ જૂને મનોજની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દ્ગૈંછ અધિકારીઓને ઓફિસમાંથી વિસ્ફોટકોથી ભરેલી બેગ અને એક હથિયાર મળી આવ્યું હતું. દ્ગૈંછના સૂત્રોના જણાવ્યા અનુસાર દ્ગૈંછએ મનોજ ઘોષની ઓફિસમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક, ઇલેક્ટ્રિક ડિટોનેટર અને ૨ હજાર ૭૦૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ મામલે મનોજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

રબાદ દ્ગૈંછએ સોમવારે મતદાન પૂરું થયા બાદ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે મનોજ ઘોષ ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશમાં માઓવાદીઓ અને નક્સલવાદીઓને હથિયારો અને વિસ્ફોટકો સપ્લાય કરતો પકડાયો હતો. તાજેતરમાં ધરપકડ કરાયેલા નક્સલવાદી નેતાની પૂછપરછ કર્યા બાદ આંધ્રપ્રદેશ પોલીસને મનોજ ઘોષના ઠેકાણા વિશે જાણકારી મળી હતી. એ જ રીતે ૨૮ જૂને દ્ગૈંછએ મનોજ ઘોષના ઘરે દરોડા પાડીને વિસ્ફોટક, ડિટોનેટર, એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તે સમયે મનોજ ફરાર હતો. મનોજ ઘોષ ૭મી જુલાઈએ ગામમાં પાછો ફર્યો હતો. આ અંગે દ્ગૈંછ ને જાણ કરવામાં આવી હતી. દ્ગૈંછએ રવિવારે રાત્રે તેની ઘરેથી ધરપકડ કરી હતી. આરોપી મનોજ ઘોષ નલહાટીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર છે. મનોજ ઘોષના નામે અનેક પથ્થર અને કોલસાની ખાણો છે જે તમામ ગેરકાયદેસર છે. તેના લાઇસન્સ પણ નકલી છે.

Follow Me:

Related Posts