TMKOC ના ‘સોઢી’ વળી પાછી મોટી મુશ્કેલીમાં મૂકાયા, એક્ટર ગુરુચરણ સિંહની તબિયત સારી નથી, Video જાેઈને ફેન્સ થયા ચિંતાતૂર
ઘણા સમયથી ચાલતી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનારા ગુરુચરણ સિંહ પાછા મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. જાણો વીડિયો શેર કરીને તેમણે શું કહ્યું? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી જનારા ટીવી એક્ટર ગુરુચરણ સિંહની તબિયત સારી નથી. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ શેર કરી છે. જેમાં ગુરુચરણ સિંહ આઈવી ડ્રિપ લગાવતા જાેવા મળી રહ્યા છે.
તેમણે ખુલાસો કર્યો કે તેમની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. તેમના આ હાલ જાેઈને ફેન્સ ચિંતામાં પડ્યા છે. ગુરુચરણ સિંહે જે વીડિયો શેર કર્યો છે તે હોસ્પિટલનો છે જેમાં તેઓ બેડ પર સૂતેલા છે. તેમના હાથમાં આઈવી ડ્રિપ લાગેલી છે. વીડિયોમાં તેઓ કહે છે કે, ‘હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.’ તેમણે કહ્યું કે તેમની સાથે શું થયું છે તેઓ જલદી જણાવશે. આ ઉપરાંત તેમણે ફેન્સને ગુર પુરબની શુભેચ્છાઓ પણ પાઠવી. ગુરુચરણ સિંહનો આ વીડિયો જાેઈને તેમના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. દરેક પૂછી રહ્યા છે કે આખરે તેમને શું થયું છે અને તેઓ કેમ હોસ્પિટલમાં દાખલ છે. વીડિયોમાં તેઓ ઘણા દુબળા પણ જાેવા મળી રહ્યા છે. દરેક જણ તેમના સાજા થવાની કામના કરી રહ્યા છે.
Recent Comments