રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા ઇ્ર્ં દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘ી-ષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ’ પોર્ટલ રંંॅજ://ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ.ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/ૈહઙ્ઘીટ/ટ્ઠષ્ઠષ્ઠેજીઙ્ઘ-ષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં, ઇ્ર્ં દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જાે કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
Recent Comments