અમરેલી

જિલ્લાની તમામ ૧૨ આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડ-અભ્યાસક્રમમાંપ્રવેશ મેળવવા તા.૩૦ ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરવા

અમરેલીતા. ૨૫ ઓગસ્ટ૨૦૨૫ (સોમવાર)  અમરેલી જિલ્લાની તમામ ૧૨ આઇ.ટી.આઈ. ખાતે ત્રીજા રાઉન્ડના અંતે ઓગસ્ટ-૨૦૨૫માં ખાલી રહેતી વિવિધ ટ્રેડ-અભ્યાસક્રમ માટેની બેઠકો માટે વહેલા તે પહેલાના ધોરણે દૈનિક મેરિટના આધારે પ્રવેશ ઉપલબ્ધ છે. ચોથા રાઉન્ડ માટે તા.૨૬ થી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકાશે.

આઇ.ટી.આઈ. કરવા ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે પ્રમાણપત્રોના અસલ અને નકલ દસ્તાવેજો સાથે રુબરુ જઇ પ્રવેશ મેળવવો.

આ અંગે વિગતો અને માર્ગદર્શન મેળવવા નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો તેમ અમરેલી આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts