ભાવનગર

બાગાયત ખાતાની નાળિયેરી વાવેતર માટેની સહાય મેળવવા તા. ૦૧ થી તા.૧૫ ડિસેમ્બર સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે

નાળિયેરી વાવેતર કરવા ઇચ્છતા ખેડૂત મિત્રોએ બાગાયત ખાતા હસ્તકની નાળિયેરી વાવેતર માટેની સહાય મેળવા માટે તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૫/૧૨/૨૦૨૪ દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ (I-khedut Portal) પર ઓનલાઇન અરજી કરી શકાશે. બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને નાળિયેરી વાવેતર માટે હેક્ટર દિઠ રૂ.૩૭૫૦૦/- અથવા ખર્ચના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે. ફળ રોપા ઉછેર કેન્દ્ર નર્સરી-મહુવા ખાતે દેશી (WCT) નાળિયેરીના સારી ગુણવત્તા યુક્ત રોપા રૂ. ૭૦/-પ્રતિ રોપાના ભાવે મળી રહેશે. રોપા મેળવવા મો. નં. ૯૫૪૯૯૨૮૩૬૧ પર સંપર્ક કરવા બાગાયત અધિકારી ફળ નર્સરી મહુવાની યાદીમાં જણાવાયું છે.

Related Posts