રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,અમરેલી દ્વારા જિલ્લા કક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન આગામી સમયમાં થનાર છે. જેમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની વય મર્યાદા તા. ૩૧.૧૨.૨૦૨૪ના રોજ ૭ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે સ્પર્ધા યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ, પ્રાથમિક શાળઓએ તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક સી, રૂમ નં. ૧૧૦,૧૧૧, અમરેલી ખાતે રૂબરુ અથવા ટપાલથી પહોંચાડવાની રહેશે. સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ વિશે એન્ટ્રી આવેલ સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરવા અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




















Recent Comments