fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં બેફામ દારૂ, ડ્રગ્સ, રેતી ચોરીમાં ખુબજ ભ્રષ્ટ્ર નીતિથી થતી કામગીરી અંગે ભ્રષ્ટ્રાચારી અધિકારી/પદાધિકારી સામે પગલા લેવા. પૂર્વ સાંસદ ઠુંમરે મુખ્ય મંત્રી મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડા ને પત્ર પાઠવ્યો

અમરેલી જિલ્લામાં બેફામ દારૂ, ડ્રગ્સ, રેતી ચોરીમાં ખુબજ ભ્રષ્ટ્ર નીતિથી થતી કામગીરી અંગે ભ્રષ્ટ્રાચારી અધિકારી/પદાધિકારી સામે પગલા લેવા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર નો મુખ્ય મંત્રી સહિત રાજ્ય ના મુખ્ય સચિવ ને પત્ર મુખ્યમંત્રીશ્રીની અમરેલી જિલ્લાની મુલાકાત દરમ્યાન રેતી, રોયલ્ટી ચોરી, ડ્રગ્સ, દારૂની બેફામ ખુલ્લેઆમ પ્રવૃતિ થઈ રહી છે. આ બાબતે અવાર-નવાર રજુઆત કરવા છતાં આવી પ્રવૃતિ દિન-પ્રતિદિન વધી રહી છે. ગૃહ વિભાગ તરફથી માન.મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય ઉપ સચિવશ્રીને તા.૨૫-૧૧-૨૦૨૪ નાં મારા પત્રનાં અનુસંધાને મને જે જવાબ મળેલ છે તે સામેલ રાખી મોકલી રહ્યો છું. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રમુખ સર્જન કક્ષાના ડોકટર ટ્વીટ કરી આ બાબતે દેશના વડાપ્રધાનશ્રીને પણ તેમજ લાગતા-વળગતા રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી સહિત તમામને જાણ કરેલ છે જેની નકલ સામેલ છે. તા.૦૫-૧૨-૨૦૨૪  રાજ્યના એક મહત્વના અખબારમાં આવી પ્રેસ પ્રસિધ્ધ થયા બાદ માત્ર ૧ (એક) દિવસના વિરામ પછી અમરેલીમાં આવેલ ગીફટ આર્ટિકલ શો-રૂમમાંથી રેતીના પોણા બે કરોડના હપ્તા લેતી-દેતીનાં સમાચાર પ્રસિધ્ધ થતા જાહેરજીવનના આગેવાન તરીકે તેમજ ગુજરાત રાજય સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના જિલ્લાના એક પુર્વ સાંસદ/પુર્વ ધારાસભ્ય એક રાજકીય આગેવાન તરીકે મારૂ માથું શરમથી જુકી રહ્યું છે. આવી ભ્રષ્ટ નીતિ ચાલતી હોય સરકારને રોયલ્ટી મળતી ન હોય અને ખનીજનું સતત ખનન થતુ હોય તેમાં અધિકારી/પદાધિકારી તેમજ પોલીસ તંત્ર પણ સામેલ હોય તેવા સતત સમાચાર પ્રસિધ્ધ થતા રહે છે. દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ પ્રેસ કટીંગ સામેલ છે. આ બાબતે ઇન્કમટેક્ષ વિભાગને પણ અલગ પત્રથી પણ જણાવી રહ્યો છું. જાહેરજીવનના આગેવાન તરીકે સતત પત્રોથી રજુઆતો કરીએ, પ્રેસ નિવેદન કરીએ તેનાં કારણે આવી પ્રવૃતિ સાથે જોડાયેલા ગુંડા તત્વોની સતત નજરમાં અમે ખટકતા રહીએ છીએ તેમ છતાં ગાંધી મુલ્યો જાળવવા માટે જાહેરજીવનના આગેવાન તરીકે સતત રજુઆતો કરતા રહીએ છીએ તેનું કોઇ પરિણામ આવતું નથી. દેશના વડાપ્રધાન સાથે નજીકનો ઘરોબો ધરાવતા ડો.કાનાબાર તેમની સરળ પ્રવૃતિ સાથે ઉમદા સ્થાન લોકોમાં ધરાવે છે તેવા વ્યક્તિએ ભાજપમાં હોવા છતાં આવા નિવેદનો કરવા પડે ગાંધી મુલ્યો સાથે જોડાયેલ નવજીવન પ્રશાંત દયાળ કે જેઓ અમરેલી જિલ્લા સાથે પણ જોડાયેલા છે તેમને ટીવી-મીડીયા મારફત પણ આવા વિષયો સાથે ચેનલમાં પ્રસિધ્ધી આપવી પડે છતા પણ પરીણામ ન આવે તે ખુબજ દુ:ખદ બાબત છે.અમરેલી ગીફટ આર્ટિકલ શો-રૂમમાંથી કોને-કોને કેવી રીતે હપ્તો પહોચાડવામાં આવે છે? અને આ શો-રૂમમાં કોણ હપ્તા પહોચાડી રહ્યું છે? તેની જીણવટભરી અને ગોપનીય રીતે તપાસ કરવામાં આવે તો જિલ્લામાં જે ભ્રષ્ટ્રાચાર ફુલોફાલ્યો છે સરકારની તિજોરીને આર્થિક નુકશાન થઈ રહ્યું છે બી.ઝેડ માં જેમ નાણા ઉપડે છે ખ્યાતિ હોસ્પિટલમાં પણ સરકારનાં નાણાની ઉચાપત કરવામાં આવે છે.

નકલી પોલીસ, નકલી PA, નકલી E.D. નકલી કલેકટર, નકલી ઓફીસ, નકલી ડોકટરો આવી પ્રવૃતિથી લોકો પણ ખફા થઈ રહ્યા છે ત્યારે રાજયનાં એક મુખ્ય સચિવ તરીકે આપનું પત્રથી ધ્યાન દોરવા માટેની એક નૈતિક ફરજ બની છે તેના ભાગરૂપે આપનું ધ્યાન દોરી રહ્યો છું. સરકાર પણ સતત રટણ કરે છે “કોઇ ચમરબંધીને છોડવામાં આવશે નહી. એ માત્ર સ્ટેટમેન્ટ રહ્યા હોઇ તેવું લાગે છે. ત્યારે આ પત્રની ગંભીરતા દાખવી ગોપનીય તપાસ કરી આવા તત્વોને ખુલ્લા પાડવામાં આવે તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.બહેન-દિકરીઓની સલામતી જોખમાઇ રહી છે બળાત્કારના બનાવો સતત વધ્યા છે. ભાજપ સાથે જોડાયેલ આગેવાનોના પ્રેસ-મીડીયા મારફત નામો પણ પ્રસિધ્ધ થયા છે. ગુજરાત અને ખાસ કરીને અમરેલી જિલ્લો પટાયા તરીકે ઓળખાતો જિલ્લો બન્યો હોય તે પ્રકારની લોકો અમારી કોઇપણ પ્રસંગોમાં મુલાકાત દરમ્યાન ખુલ્લેઆમ ચર્ચા કરી રહ્યા છે ત્યારે જાહેરજીવનનાં આગેવાન તરીકે અમારે શું જવાબ આપવો તેવો પ્રશ્ન ઉપસ્થિત થતો રહે છે. તેથી તાત્કાલીક અસરથી આ બાબતે જીણવટભરી તપાસ કરવામાં આવે, મને મળેલી જે બિનસત્તાવાર માહિતી છે તે પ્રેસની ઝેરોક્ષ નકલ સામેલ રાખી મોકલી રહ્યો છું તુર્તજ આ બાબતે યોગ્ય કરવા પત્રથી રજુઆત કરી રહ્યો છું તેમ પૂર્વ સાંસદ ઠુંમરે  (૧) શ્રી અમિતભાઇ ચાવડા, માન.વિરોધપક્ષના નેતાશ્રી, ગાંધીનગર – તરફ(૨) ડાયરેકટર જનરલ ઓફ પોલીસશ્રી, ગાંધીનગર – તરફ (૩) કમિશ્નરશ્રી, ઇન્કમટેક્ષ વિભાગ, આશ્રમ રોડ, એલીસબ્રીજ, અમદાવાદ ને પત્ર પાઠવી કાર્યવાહી થવા માંગ કરી છે 

Follow Me:

Related Posts