ઉત્તરાયણના તહેવાર દરમ્યાન લોકો જાહેર રસ્તાઓ, મેદાન, રસ્તાઓ, મકાનોના ઘાબા પર પતંગ ચગાવતા
હોય છે. જેટકોની વિજલાઇનનું ટ્રાન્સમિશન નેટવર્ક મોટા પાયે વિસ્તરીત હોય પતંગ ઉડાડતી વખતે બેદરકારીના
કારણે થતાં વિદ્યુત અકસ્માતો જેવા કે મેટાલિક દોરાઓ, ઓડીયો મેગ્નેટીક ટેપની મદદથી વિજલાઇનની નજીક પતંગ
ઉડાડતી વખતે જાહેર જનતાને (ખાસ કરીને બાળકો) વાયરનો સંપર્ક તથા લાઇનની નજીક આવવાથી વિદ્યુત
અકસ્માત થાય છે. કુલ અકસ્માતમાંથી ૫૦% અકસ્માત પતંગ ઉડાડતી વખતે જાહેર જનતાની બેદરકારીના કારણે
થાય છે.
આથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની
રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, ભાવનગર શહેર તથા જિલ્લામાં
ઉત્તરાયણ તહેવારમાં સાવચેતી રાખવા અને વિજ અકસ્માતો નિવારવા માટે મેટાલીક દોરાઓ, પ્લાસ્ટિક એર બલુન
તથા ઓડીયો મેગ્નેટીક ટેપ કે જે વિદ્યુત વાહક છે તેના વેચાણ/ ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી માટે અમલમાં રહેશે.
ઉત્તરાયણના તહેવારમાં સાવચેતી રાખવા અને વિજ અકસ્માતો નિવારવા માટે મેટાલીક દોરાઓ, પ્લાસ્ટિક એર બલુન અને ઓડીયો મેગ્નેટીક ટેપના ઉપયોગ તથા વેચાણ પર પ્રતિબંધ રહેશે


















Recent Comments