પ્રતિ,
માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાત.
રાજભવન, ગાંધીનગર.
હસ્તક: અમરેલી જિલ્લા કલેકટર શ્રી.
*વિષય: ખેડૂતોને થઇ રહેલા અન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેચવા બાબત.*
માનનીય સાહેબશ્રી,
સસ્નેહ નમસ્કાર.
આપ સારી રીતે જાણો છો કે, બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કડદા સામે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ધ્યાન ઉપર આ બાબત છે જ, છતાં ખેડૂતો સાથે થઇ રહેલા ગંભીર અન્યાય સામે સરકાર મૌન છે. આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે.
એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી એ ફરજ છે કે ખેડૂતોને થઇ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવીએ, ખેડૂતોને ન્યાય અપાવીએ. ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે અમે સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં નીચેના નિર્ણયો લેવાય એવો ભારપૂર્વક અનુરોધ કરીએ છીએ.
1) કડદા પ્રથા સદંતર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે.
2) એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે.
3) નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે.
4) ખેડૂતો ઉપર કરેલો ખોટો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે.
અમારી આપની પાસે અપેક્ષા છે કે, આપ આ બાબતે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા સલાહ આપો.
જો આ માંગણીઓ બાબતે સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી આપવામાં નિષ્ફળ જાય તો અમારે નાછૂટકે ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી.
તેમ અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ તકે
કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડીયા, જયદીપભાઇ પાંચાણી, વિજયભાઈ ડોબરીયા, નિલેશભાઈ વામજા, ધર્મેશભાઈ કાનપરિયા, ઘનશ્યામભાઈ દેસાણી, વિરેન્દ્રભાઈ વાઘેલા, વિપુલભાઈ ડાંગર, કિશોરભાઈ પાનસેરીયા, વિપુલભાઈ વિરાણી, જગદીશભાઈ શિરોયા, મહમદભાઈ જાદવ, હિતેશભાઈ દોંગા, રાજુભાઈ વિસાવળીયા, જયદીપભાઇ ઠુંમર, હરેશભાઈ માધડ, વિપુલભાઈ ટિંબડિયા, ગોવિંદભાઈ બગડા, કાળુભાઈ ધાનાણી, યશભાઈ પરમાર, વિમલભાઈ લાઠીયા, મૌલિકભાઈ ગોસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments