રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ગુજરાત ૩૪૬ “અગ્રણી” અને ૧૩,૭૮૧ “વધુ સારું પ્રદર્શન કરનારી” પંચાયતો સાથે ટોચ પર
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઁછૈં) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગામડાંઓ, સમૃદ્ધ દેશ‘ના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે ગ્રામીણ વિકાસમાં આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૨૪ એપ્રિલે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ૧૯૯૨માં પસાર થયેલા ૭૩મા બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે. આ કાયદાએ ભારતમાં પંચાયતી રાજ પ્રણાલીની સ્થાપના કરી અને ગ્રામીણ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યને મજબૂત બનાવ્યું. આ સંદર્ભમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની તાજેતરની સિદ્ધિ મજબૂત ગ્રામીણ શાસન અને ટકાઉ ગ્રામીણ વિકાસમાં તેના મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.
ભારત સરકારના આ પંચાયત પ્રગતિ સૂચકાંક (ઁછૈં)માં દેશભરની કુલ ૨,૧૬,૨૮૫ માન્ય ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની ૩૪૬ પંચાયતોને ‘અગ્રણી‘ અને ૧૩,૭૮૧ પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન‘ કરનારી શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને શ્રેણીઓમાં ગુજરાત દેશમાં મોખરાનું રાજ્ય છે. આ સૂચકાંકમાં, તેલંગાણા ૨૭૦ ‘અગ્રણી‘ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું હતું, જ્યારે ‘વધુ સારું પ્રદર્શન‘ શ્રેણીમાં મહારાષ્ટ્ર ૧૨,૨૪૨ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું અને તેલંગાણા ૧૦,૦૯૯ પંચાયતો સાથે ત્રીજા ક્રમે રહ્યું. આ ઁછૈં સૂચકાંકમાં દેશની ૨,૫૫,૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૨,૧૬,૨૮૫ પંચાયતોએ માન્ય ડેટા રજૂ કર્યો હતો, જેમાંથી ૬૯૯ પંચાયતો ‘અગ્રણી‘, ૭૭,૨૯૮ ‘વધુ સારું પ્રદર્શન કરનારી‘ અને ૧,૩૨,૩૯૨ ‘મહત્વાકાંક્ષી‘ પંચાયતો હતી.
ઁછૈંના રાજ્ય નોડલ અધિકારી અને ગુજરાતના પંચાયત વિભાગના ઍડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયા (ૈંછજી) એ આ સિદ્ધિ માટે રાજ્ય સરકારની વ્યૂહરચના પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ગુજરાતની આ સિદ્ધિ રાજ્યની પાયાના વિકાસ અને ટકાઉ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સફળતા પાછળ અનેક સમીક્ષા બેઠકો, વિવિધ ક્ષમતા નિર્માણ સત્રો અને તમામ સ્તરે સંકલિત પ્રયાસોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની પંચાયતોએ ડેટા-આધારિત આયોજન અને વિભાગીય સંકલનનું પ્રભાવશાળી ઉદાહરણ રજૂ કર્યું છે. “વિકસિત પંચાયત”ના વિઝનને આધાર બનાવીને રાજ્ય સરકાર પુરાવા-આધારિત સુશાસન દ્વારા વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સતત અગ્રેસર છે.”
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઁછૈં) દેશની ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતોના ટકાઉ વિકાસ લક્ષ્યો (ન્જીડ્ઢય્જ)ને અનુરૂપ પ્રગતિને માપવા માટેનું એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે. આ સૂચકાંક ગામડાંઓના પાયાના વિકાસનું મૂલ્યાંકન કરવા અને પંચાયતોની ભૂમિકાને મજબૂત બનાવવા તરફ એક મોટું અને ઐતિહાસિક પગલું માનવામાં આવે છે, જેમાં ગરીબી મુક્ત અને સારી આજીવિકા, સ્વસ્થ પંચાયત, બાળ-અનુકૂળ પંચાયત, જળ-પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ અને હરિયાળી પંચાયત, આર્ત્મનિભર માળખાગત પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સલામત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-અનુકૂળ પંચાયત જેવા ૯ વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયોનું મૂલ્યાંકન ૪૩૫ સ્થાનિક સૂચકાંકો અને ૫૬૬ ડેટા પોઈન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
“વિકસિત પંચાયત”થી “વિકસિત ભારત”નું સપનું થશે સાકાર
સક્ષમ અને સશક્ત ગ્રામ પંચાયતો માત્ર ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ નથી કરતી, પરંતુ “વિકસિત ભારત”ના સ્વપ્નને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઁછૈં) આ વિઝનને મજબૂત બનાવે છે. આ સૂચકાંકમાં ગુજરાતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન એ દર્શાવે છે કે રાજ્ય “વિકસિત પંચાયતો” દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
Recent Comments