ભાવનગર

રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લામાં સેવાકીય પ્રવુતિઓ ચલાવતા ભુરી માસીનો આજે જન્મ દિવસ

ભાવનગર જીલ્લાના મથાવાડા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ આશ્રમ તથા રાજકોટ ખાતે રહીને વિવિધ સેવાકીય પ્રવુતિઓ ચલાવતા કામરૂ દેશના કાળકા માતાજીના પરમ ઉપાસક પૂજ્ય ભુરી માઁ નો આજે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કિન્નર સમુદાયના લોકોં, કિન્નર અખાડાના પૂજ્યનીય સંતો, મહંતો, સામાજીક, રાજકીય અગ્રણીઓ તેમના મોબાઈલ નંબર 6354396363 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યાછે.
ભુરીમાં કિન્નર હોવા છતાં રાજકોટ તથા તળાજા તાલુકાના મથાવાડા ગામ ખાતે રહીને ભાવનગર, બોટાદ, રાજકોટ અને અમરેલી જીલ્લામાં એન.જ઼ી.ઓ. ચલાવીને સમાજહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યાછે ભુરીમાં દ્વારા માતા પિતા તથા વગર વગરના દીકરા દીકરી માટે નિઃશુલ્ક સમૂહ લગ્ન કરવામાં આવેછે તેમજ દીકરીઓને સંપૂણ કરિયાવર વસ્ત્ર, મંગળસૂત્ર, ચાંદીના દાગીના, ઘરવખરીનો સામાન, પલંગ, વાસણ, ગાદલા, રોકડ સહાય અર્પણ કરેછે અને સમૂહ લગ્ન કરીને પરીવારનો સહારો બંનેછે. ભુરીમાં રામાપીર ભગવાનનું રામામંડળ ચલાવી ગામે ગામ આખ્યાન યોજેછે જેમાંથી મળતી રકમ માંથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવેછે.

Related Posts