અમરેલી

સાવરકુંડલા માં બાપનું ઘર વૃદ્ધાશ્રમના મહંત પૂજ્ય મનીષા દીદીનો આજે અવતરણ દિવસ

સાવરકુંડલાના અમરેલી મહુવા બાયપાસ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ માં બાપનું ઘર વૃદ્ધાશ્રમના મહંત પરમ પૂજ્ય મનીષાદીદીનો આજે અવતરણ દિવસ હોવાથી ગુજરાત રાજ્ય ઉપરાંત સમગ્ર દેશમાં સેવાકાર્યના ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતા આશ્રમની સ્થાપક અને મહંત મનીષાદીદી ગુરૂ પૂજ્ય ભક્તિરામ બાપુએ છેલ્લા ઘણા વર્ષોથી શારીરિક, માનસિક રીતે દિવ્યાંગ બાળકો, મહિલાઓ તથા નિરાધાર વૃદ્ધ માં બાપની નિઃસ્વાર્થ સેવા કરી માનવ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંતને સાકાર કર્યોછે આશ્રમમાં 35 જેટલા નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગ બાળકો અને અનેક મહિલાઓને માતૃત્વનો આધાર આપીને પૂજ્ય મનીષાદીદી સમાજ સમક્ષ એક જીવંત ઉદાહરણ બની રહ્યાંછે તેમની અવિરત સેવાભાવના અને ત્યાગમય જીવનથી પ્રેરાઈને અનેક યુવાનો પણ સેવાકાર્ય સાથે જોડાઈ રહ્યાછે આ અવસરે સમગ્ર સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારના નાગરિકો, દાતાઓ, સેવાભાવી સંસ્થાઓ, રાજકીય વ્યક્તિઓ, સંતો મહંતો તરફથી પરમ પૂજ્ય મનીષાદીદીને તેમના મોબાઈલ નંબર 9624251294 પર અવતરણ દિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related Posts