આજરોજ સાવરકુંડલા શહેરમા વિશ્ર્વ ટી. વી દિવસ નિમિત્તે ટેલીવિઝન સંદર્ભે અવનવી વાતો.
આજનો દિવસ વિશ્વ ટેલીવિઝન દિવસ ૧૯૯૬માં . દુનિયામાં માહિતી તેમજ જનમતને આકાર આપવામાં ટીવીના મહત્વને યાદ અપાવવા મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્રએ તેની જાહેરાત કરી હતી.
આમ તો વાત કરીએ ટી. વી એટલે કે દૂર દર્શન જે હજારો કિલોમીટર દૂર છે તેવી પણ કોઈ ઘટના કે વિગતોનું દૂર થી જાણે નજીક હોય તેવા ભાસથી નિહાળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવતું માધ્યમ એટલે ટેલી વિઝન. હવે વાત કરીએ ટી. વી સંદર્ભ થોડા સંસ્મરણોની તો ભારત દેશમાં આ ટી. વી ટેકનોલોજીની ક્રાંતિનો પ્રારંભ કરવાનો યશ ભારતીય પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ફાળે જાય છે. અલબત્ત રાજીવના ચહેરાથી રાષ્ટ્ર પરિચિત થાય એજ ક્ષણે ! તે રાજકીય હેતુ હતો.પરંતુ તેના લાભો રાષ્ટ્રને અનંત થયા,થાય છે અને થતા રહેશે.
” શેરડી વાંહે, એરડી ય પીવે તેમ રાજીવ તો લાંબુ જીવ્યા પણ નહીં ,પરંતુ અનેક ” એરડી માટે ” પ્રસિદ્ધિનું પોષણયુક્ત પિયત” અવશ્ય છોડતા ગયા.તે બદલ પણ રાષ્ટ્ર રાજીવનું ઋણી છે.જેમ ” સંજય”( ગાંધી) લાંબુ ન જીવ્યા પરંતુ ” મારુતિ ” રાષ્ટ્રને અર્પણ કરતા ગયા તો તેના મીઠા ફળ રાષ્ટ્ર દાયકાઓથી ચાખ્ખી રહ્યું છે.
પ્રારંભમાં તો આકાશવાણીની માફક સરકાર દ્વારા દુરદર્શન કેન્દ્રો ખોલવામાં આવ્યા ત્યાર બાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો આ દૂરદર્શન પર પ્રસારિત થતાં. પ્રારંભમાં નેટવર્ક ઇશ્યૂ એન્ટેના તરંગો પકડે અને વળી પાછા મૂકી દે.
ઝરમરિયા પણ ટી. વી ચાલું કર્યા બાદ જોવા મળે તો પણ નિરાશ થયા વગર સારા પ્રસારણની આશાએ સતત આંખો ટી. વી પર ચોંટી જતી. ધીમે ધીમે અનેક ટેલી સિરિયલો પણ પ્રસારિત થતી જોવા મળી. જેમાં રામાયણ મરાભારત જે. વી સિરિયલો તો ખૂબ લોકપ્રિય બની. ત્યાર બાદ આવ્યો ખાનગી ચેનલોનો યુગ જેમાં પણ સાંસા ભી કભી બહુ થી જેવી ખૂબ મનોરંજક સિરિયલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. મોટા પરદા ને બદલે નાનો પરદો ટી. વી સ્ક્રીનને કાઠું કાઢ્યું અનેક સિરિયલો રાજકીય ધાર્મિક, સામાજિક બાબતો પણ ટી. વી.ના નાના પરદે ખૂબ મોટા ધૂમ મચાવી રહી હતી.
હવે ટી. વી સંદર્ભે વિશેષ વાત કરીએ તો
ટી.વી.ના ટેક્નોલોજી મુજબ વિવિધ પ્રકાર છે. આજે મોબાઈલમાં ટી વી છે. વર્ગ ખંડ ,સ્માર્ટ બોર્ડ,માં ટી.વી. છે.થિયેટરના પડદા જેવડા મોટા અને પૂંઠા જેટલા પાતળા ટી.વી. છે. ફોટોગ્રાફી માફક ટી.વી. પેલા ” બ્લેક એન્ડ વાઇટ” જ હતા.
જ્ઞાન અને મનોરંજનના ખજાનો લાવનાર ટી.વી. ” ઓબેસિટી”,ચશ્મા, બાળકોના નિશાળના ભણતર માટે ખતરો પણ લાવ્યું.
અમિતાભ બચ્ચન જેવા રાષ્ટ્રના અડીખમ કલાકારને કોઈ પૂછી તો જોજો! કે ટી.વી.( સિલ્વર સ્ક્રીન, લધુ ચિત્ર પટ્ટ) ન હોત તો તો ?
સાવરકુંડલા શહેરમાં આવેલ જય ખોડીયાર ઇલેક્ટ્રોનિક શો રૂમના માલિકે વિવિધ ઉપલબ્ધ ટી. વી મોડેલ તથા તેના ક્વોલિટીની વાત વિગતે સમજાવી હતી. તો સાવરકુંડલા ખાતે આવેલ અધ્યાપન મંદિરના ઇન્ચાર્જ આચાર્ય બાબુભાઈ ચાવડાએ ટી. વી અને તેના વિવિધ શૈક્ષણિક ઉપયોગની વિગતો માહિતીઓ ડેમોન્સ્ટ્રેશન ઈવન ટી. વી ના માધ્યમથી શિક્ષણ કેવી રીતે પીરસી શકાય એ બાબતે પણ વાત કરી હતી આ ફોર જી ફાઈવ જી નેટવર્કના યુગમાં અને સૌથી મહત્ત્વની મોબાઈલ ક્રાંતિમાં પણ ટી. વી અણનમ છે એ વાત ટી. વી. ની ઉપયોગીતા દર્શાવે છે.


















Recent Comments