આજે (૨, એપ્રિલ ૨૦૨૫) ને બુધવારના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે ૧૨ કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જાેકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ ર્નિણય લેવાઈ શકે છે.
નોંધનીય છે કે અગાઉ વક્ફ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું બાદમાં તેને વિસ્તૃત ચર્ચા માટે ત્નઁઝ્રમાં મોકલવામાં આવ્યું હતું. ત્નઁઝ્રમાં પક્ષ અને વિપક્ષના નેતાઓની ચર્ચા બાદ બિલમાં સુધારા વધારા કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જે બાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવા બિલને મંજૂરી આપવામાં આવી હતી.
વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારના વક્ફ સંશોધન બિલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દ્ગડ્ઢછનો દાવો છે કે ભાજપના તમામ સાથી પક્ષો પણ બિલને સમર્થન આપશે. જાેકે નીતિશ કુમાર અને ચિરાગ પાસવાને સસ્પેન્સ વધારી દીધું છે. બંને નેતાઓના પક્ષે હજુ સુધી બિલને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી નથી.
આજે કેન્દ્રની મોદી સરકાર લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજુ કરશે

Recent Comments