રાષ્ટ્રીય

આજે પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં સાંસદો માટે નવા બનેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

આજે (૧૧ ઓગસ્ટ ૨૦૨૫) ને સોમવાર ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે ૧૦ વાગ્યે નવી દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે ૧૮૪ નવા બાંધવામાં આવેલા ટાઇપ-ફૈંૈં બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ વાવશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે કામદારો સાથે પણ વાતચીત કરશે. તેઓ સભાને સંબોધન પણ કરશે.
આ સંકુલ આર્ત્મનિભર બનવા માટે રચાયેલું છે અને સંસદ સભ્યોની કાર્યાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આધુનિક સુવિધાઓની સંપૂર્ણ શ્રેણીથી સજ્જ છે. ગ્રીન ટેકનોલોજીનો સમાવેશ કરીને, આ પ્રોજેક્ટ ય્ઇૈંૐછ ૩-સ્ટાર રેટિંગના ધોરણોનું પાલન કરે છે અને રાષ્ટ્રીય મકાન સંહિતા (દ્ગમ્ઝ્ર) ૨૦૧૬નું પાલન કરે છે. આ પર્યાવરણીય રીતે ટકાઉ સુવિધાઓ ઊર્જા સંરક્ષણ, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને અસરકારક કચરા વ્યવસ્થાપનમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે. અદ્યતન બાંધકામ તકનીકનો ઉપયોગ – ખાસ કરીને, એલ્યુમિનિયમ શટરિંગ સાથે મોનોલિથિક કોંક્રિટ – માળખાકીય ટકાઉપણું સુનિશ્ચિત કરતી વખતે પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાનું શક્ય બનાવ્યું. આ સંકુલ વિકલાંગ-મૈત્રીપૂર્ણ પણ છે, જે સમાવિષ્ટ ડિઝાઇન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
સંસદસભ્યો માટે પૂરતી રહેઠાણની વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રોજેક્ટનો વિકાસ જરૂરી બન્યો હતો. જમીનની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે, જમીનનો ઉપયોગ શ્રેષ્ઠ બનાવવા અને જાળવણી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી વર્ટિકલ હાઉસિંગ ડેવલપમેન્ટ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે.
દરેક રહેણાંક એકમ આશરે ૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તાર પૂરો પાડે છે, જે રહેણાંક અને સત્તાવાર કાર્યો બંને માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. ઓફિસો, સ્ટાફ રહેઠાણ અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારોનો સમાવેશ સંસદસભ્યોને જનપ્રતિનિધિ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે.
સંકુલની અંદરની બધી ઇમારતો આધુનિક માળખાકીય ડિઝાઇન ધોરણો અનુસાર ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે. બધા રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Related Posts