આજે આપણે નક્સલવાદનો અંત લાવવામાં બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે, આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશેઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું

ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સુરક્ષા દળો દ્વારા ૩૧ નક્સલીઓના સફાયો કરાયાને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ એક મોટી સફળતા ગણાવી
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ ૩૧ નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘ઠ’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, ૩૧ નક્સલીઓને મારવા ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી.
ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ફરી એક વાર સંકલ્પ વ્યક્ત કર્યો કે ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.
Recent Comments